સચિન પાયલટના જન્મદિવસે સાતમું રક્તદાન શિબીર યોજાયું

સચિન પાયલટના જન્મદિવસે સાતમું રક્તદાન શિબીર યોજાયું
એકત્રિત થયેલું રક્ત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર પીડિતોને સમર્પિત : હરીશ ગુર્જર
સુરત : રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રિ શ્રી સચિન પાયલટના જન્મદિવસ નિમિતે શ્રીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ, સમસ્ત ગુર્જર સમાજ તથા સર્વ સમાજ દ્વારા સાતમું રક્તદાન શિબીર રવિવારના રોજ અશ્વિનીકુમાર પટેલ નગર વાડી હોલમાં યોજાયું હતું,આ કાર્યક્રમના મુખ્ય અતિથિઓ તરીકે મોહનભાઈ ધનજી પટેલ, ડૉ. ઝેડ.પી. ખેની, સુરત જિલ્લાના યુવા નેતા દર્શનભાઈ નાયક, સમાજ આગેવાન ધીરુભાઈ વિરાણી, ઉમ્ભેલ દેવનારાયણ મંદીરના અધ્યક્ષ ભેરુલાલ ગુર્જર તથા ઉપાધ્યક્ષ ભેરુલાલ ગુર્જર સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,રક્તદાન શિબીરને સફળ બનાવવા માટે સુરેશ સુહાગિયા, મહેશ કેવડિયા, મોતિલાલ ચોપડા, ગોવર્ધન ગુર્જર, છોટારામ ગુર્જર, દ્વારકાદાસ રૂડાણી, દિનેશ ચાવલા, કાલુભાઈ પ્રજાપતિ, પ્રવિણ આહીર, લવેેશ ગુર્જર, અલ્કેશ પટેલ, ચેનારામ ગુર્જર, નારાયણ ગુર્જર, તેમજ અશ્વિનીકુમાર વિસ્તારના તમામ કાર્યકરો અને આર.ક્યુ.પી.આર.એસ.ની ટીમે વિશેષ સહયોગ આપ્યો હતો,
આ રક્તદાન શિબીરના આયોજક અને સેવી હરીશભાઈ ગુર્જરે પોતાનું ૫૮મું રક્તદાન કરીને માનવતા માટે અનોખી પ્રેરણા આપી હતી, હરીશભાઈએ જણાવ્યું હતું કે, આ રક્તદાન શિબીરમાં એકત્રિત થયેલું રક્ત પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર પીડિતોની સેવા માટે સમર્પિત કરવામાં આવ્યું છે,