જીવન પર્વ માત્ર ઉજવણી નથી પરંતુ માતા પિતાની સેવા અને તેમના પ્રતિ પ્રતિષ્ઠા વ્યક્ત કરવાનો પાવન અવસર છે -બલવંતસિહ રાજપૂત

જીવન પર્વ માત્ર ઉજવણી નથી પરંતુ માતા પિતાની સેવા અને તેમના પ્રતિ પ્રતિષ્ઠા વ્યક્ત કરવાનો પાવન અવસર છે -બલવંતસિહ રાજપૂત
સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે પટેલ ચતુરભાઈ નાથાલાલ અને પટેલ જોઈતીબેન ચતુરભાઈના જીવન પર્વની ભવ્ય ઉજવણી તેમના સંતાનો દ્વારા અત્યંત શ્રદ્ધા અને આનંદભેર આયોજન થકી કરવામાં આવી, જેમાં માન. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી જણાવ્યું કે સંતાનો દ્વારા માતા–પિતાના સ્નેહ, ત્યાગ અને સંસ્કારને સમર્પિત આ ઉજવણી ખરેખર પ્રેરણારૂપ રહી.જીવન પર્વ માત્ર એક ઉજવણી નથી, પરંતુ પિતા- માતાની સેવા અને તેમના પ્રતિ પ્રતિષ્ઠા વ્યક્ત કરવાનો પાવન અવસર છે. તેમના સ્વસ્થ, દીર્ઘાયુષ્ય અને સુખમય જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી.આવો કાર્યક્રમ સમાજમાં પરિવાર એકતા, સંસ્કાર અને વડીલો પ્રત્યેના સન્માનની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આવા પ્રસંગો સતત ઉજવાતા રહે અને આવતી પેઢી માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છાઓ.
આ પ્રસંગે કિર્તીભાઈ પટેલ, વકેશભાઈ પટેલ, એમ એચ પટેલ, નાગરભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ, તેમજ ગ્રામ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા



