સ્પોર્ટ્સ
ઓલ ઈન્ડિયા નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેજસ સોનલાડેને ગોલ્ડ મેડલ

ઓલ ઈન્ડિયા નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેજસ સોનલાડેને ગોલ્ડ મેડલ

સુરત,– યુનાઈટેડ પાવર લિફ્ટિંગ ઇન્ડિયા દ્વારા સરિતા સંકુલ ખાતે આયોજિત નેશનલ પ્રો ડેડલિફ્ટ સ્પર્ધા–2025માં સુરતના ઓલિમ્પિયા જિમના તેજસ આર. સોનલાડેએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
105 કિલોગ્રામ બોડી વેઇટ કેટેગરીમાં તેજસ સોનલાડેએ 260 કિલોગ્રામ વજન ઊંચકી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેજસે પોતાની તમામ તાલીમ ડભોલી, કતારગામ ખાતે આવેલા ઓલિમ્પિયા જિમના ઓનર યોગેશ બી. ખેડકર પાસેથી મેળવી છે.
આ સિદ્ધિ દ્વારા તેજસ સોનલાડેએ સુરત શહેર અને ઓલિમ્પિયા જિમનું નામ રાષ્ટ્રીય સ્તરે ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે.



