નંદિની-1 સોસાયટીમાં 26 ડિસેમ્બરથી ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

નંદિની-1 સોસાયટીમાં 26 ડિસેમ્બરથી ભવ્ય શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
નંદિની પરિવાર સેવા સમિતિ દ્વારા વિશાળ શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી વેસુ સ્થિત નંદિની-1 સોસાયટીમાં કરવામાં આવશે. સમિતિના કૈલાશ કેજરીવાલે જણાવ્યું કે ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી હરિદ્વારના પવનનંદન મહારાજ ભાગવત કથાનું રસપાન કરાવશે. કથાની શરૂઆત 26 ડિસેમ્બરના રોજ સવારે સાત વાગ્યે ગીતા પોથી શોભાયાત્રા સાથે કરવામાં આવશે. બપોરથી ભાગવત માહાત્મ્ય, બીજા દિવસે વાસુદેવ આગમન, ત્રીજા દિવસે ધ્રુવ અને નરસિંહ અવતાર, ચોથા દિવસે રામ અને કૃષ્ણ જન્મોત્સવ, પાંચમા દિવસે ગોવર્ધન મહોત્સવ, છઠ્ઠા દિવસે રુક્મિણી વિવાહ પ્રસંગ તથા સાતમા દિવસે સુદામા ચરિત્ર મુખ્ય રીતે કરવામાં આવશે. 1 જાન્યુઆરીએ હવન સાથે કથાની પૂર્ણાહુતિ થશે. કથાના મનોરથી નંદિની પરિવારમાં રહેતા પરિવારજનો છે.
દરરોજ બપોરે ત્રણથી છ વાગ્યા સુધી યોજાનારી કથા માટે સમિતિના સભ્યોની બેઠક યોજીને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ બેઠકમાં સમિતિના મનીષ જગનાની, સુનીલ રામુકા, સંજય મિત્તલ, રિતેશ ગુપ્તા, રમેશ છાપડિયા, મનોજ ચૌધરી, કમલ પટવારી સહિત અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



