શિક્ષા
સુરતની સરકારી શાળાના શિક્ષક પીએચ.ડી. થયા

સુરતની સરકારી શાળાના શિક્ષક પીએચ.ડી. થયા

ગીર સોમનાથ જિલ્લાના મોરૂકા (ગીર) ગામના વતની અને હાલ સુરતની સરકારી શાળા પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ.પુરણદાસ ગોંડલીયાએ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મેંદરડાના પ્રાધ્યાપક ડો. ભરત ડોડીયાના માર્ગદર્શન હેઠળ “ડો. લક્ષ્મીનારાયણ લાલના નાટકોમાં નિરૂપિત સમસ્યાઓના સંદર્ભમાં એક અભ્યાસ ” વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો,જેને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીએ માન્ય રાખી તાજેતરમાં જ પીએચ.ડી. ની પદવી એનાયત કરી છે. પુરણભાઈએ આ ઉપાધિ મેળવી એમના પરિવાર,ગામ,સમાજ અને તેમની શાળાનું નામ રોશન કર્યું છે.



