સુશાસન દિવસ નિમિત્તે શિનોર તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ મિતેશ એન. પટેલને પ્રશસ્તિપત્ર

સુશાસન દિવસ નિમિત્તે શિનોર તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ મિતેશ એન. પટેલને પ્રશસ્તિપત્ર
શિનોર તાલુકા પંચાયતના નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા મિતેશ એન. પટેલને સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન નિમેટા, વાઘોડિયા મુકામે યોજાયેલી જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન આપવામાં આવ્યું હતું.
ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 25 ડિસેમ્બરને ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. અટલ નેતૃત્વ અને અવિરત વિકાસના સિદ્ધાંતોને સ્મરતાં, તારીખ 25 ડિસેમ્બર 2025ના રોજ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પંચાયત વડોદરા દ્વારા સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શિનોર તાલુકા પંચાયતમાં હિસાબી શાખામાં વિવાદ વગર વિકાસલક્ષી કાર્ય માટે જવાબદારીપૂર્વક અને શ્રેષ્ઠ કામગીરી બજાવનાર નાયબ હિસાબનીશ મિતેશભાઈ એન. પટેલને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા તરફથી પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યું હતું. તેમના આ સન્માનથી શિનોર તાલુકા પંચાયતનું ગૌરવ વધ્યું છે.



