ઓટોમોબાઇલ્સ

સેમસંગ દ્વારા એઆઈ એપ્લાયન્સીસનો આગામી તબક્કો રજૂ કરાયોઃ સીઈએસ ખાતે ટીવીમાં નવો આયામ સ્થાપિત કરશેઃ જેબી પાર્ક

સેમસંગ દ્વારા એઆઈ એપ્લાયન્સીસનો આગામી તબક્કો રજૂ કરાયોઃ સીઈએસ ખાતે ટીવીમાં નવો આયામ સ્થાપિત કરશેઃ જેબી પાર્ક

સેમસંગ દુનિયાના સૌથી વિશાળ આઈટી અને હોમ એપ્લાયન્સ પ્રદર્શન સીઈએસ ખાતે 2026માં ડિવાઈસ eXperience ડિવિઝન અને તેના નવા એઆઈ- પ્રેરિત ગ્રાહક અનુભવો માટે તેનો ધ્યેય રજૂ કરવા માટે સુસજ્જ છે.

સેમસંગ સાઉથવેસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ જેબી પાર્કે જણાવ્યું કે, “સેમસંગ એઆઈ એપ્લાયન્સીસ વધુ એક નવા વળાંકે પહોંચી રહ્યાં છે. તે એવો અનોખો અનુભવ કરાવવા સુસજ્જ છે, જે ઉપભોક્તાઓના રોજિંદા જીવનને વધુ ઊંડાણથી સમજે છે અને રોજબરોજના જીવનનું મૂલ્ય નોંધપાત્ર રીતે વધારે છે. આગામી તબક્કો સીઈએસ 2026 ખાતે રજૂ કરાશે, જે દુનિયાનું સૌથી વિશાળ કન્ઝયુમર ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રદર્શન છે. અમે લાસ વેગાસ ખાતે 4 જાન્યુઆરી, 2026ના રોજ ‘ધ ફર્સ્ટ લૂક’ ઈવેન્ટ ખાતે ટીવીમાં નવો આયામ રજૂ કરીશું.’’

સીઈએસ ખાતે સેમસંગ હોમ લિવિંગમાં શ્રેણીબદ્ધ સુધારણાઓ આલેખિત કરશે, જે એઆઈ- પાવર્ડ કસ્ટમાઝ્ડ કેર અને શક્તિશાળી હાર્ડવેર- સપોર્ટેડ પરફોર્મન્સને વિલીન કરશે. અમે વધુ સ્માર્ટ ફેબ્રિક કેર, જ્ઞાનાકાર ટેમ્પરેચર કંટ્રોલ અને વધુ સુવિધાજનક ક્લીનિંગ અનુભવો સાથે અમારી બીસ્પોક એઆઈ લિવિંગ એપ્લાયન્સ લાઈનઅપ બહેતર બનાવી છે, જે સર્વ તેનાં ડિવાઈસીસ વચ્ચે સહજ ખૂબીઓ થકી ઉપભોક્તાઓની જીવનશૈલી અપનાવવા માટે તૈયાર કરાયાં છે.

સીઈએસ ખાતે ઈનોવેશન્સમાં અપગ્રેડેડ બીસ્પોક એઆઈ એરડ્રેસર, બીસ્પોક એઆઈ લોન્ડ્રી કોમ્બો, બીસ્પોક એઆઈ વિંડફ્રી પ્રો એર કંડિશનર અને ફલેગશિપ બીસ્પોક એઆઈ જેટ બોટ સ્ટીમ અલ્ટ્રા રોબો વેક્યુમનો સમાવેશ થાય છે.

20 વર્ષથી ટીવીમાં વૈશ્વિક આગેવાન સેમસંગ વિસ્તારિત માઈક્રો આરબીજી ટીવી લાઈનઅપ પણ પ્રદર્શિત કરશે. નવી વ્યાપક રેન્જ સેમસંગની માઈક્રો આરબીજી ડિસ્પ્લે ટેકનોલોજીની આગામી ઉત્ક્રાંતિ રજૂ કરશે, જે પ્રીમિયમ હોમ વ્યુઈંગ માટે નવું ધોરણ સ્થાપિત કરશે.

સેમસંગ અપગ્રેડેડ એઆઈ વિઝન સાથે સુસજ્જ નવું બીસ્પોક એઆઈ રેફ્રિજરેટર ફેમિલી હબ પણ પ્રસ્તુત કરશે. તેના મુખ્ય અપગ્રેડમાં ગૂગલ જેમિની સાથે નિર્મિત તેના ફંકશન્સ છે, જે રેફ્રિજરેટરમાં પહેલી વાર ઈન્ટીગ્રેટ કરાયું છે.

અપગ્રેડેડ એઆઈ વિઝન સાથે સેમસંગ ખાદ્ય ઓળખવામાં વધુ સક્ષમ બની છે અને કિચન અનભવોની પહોંચ વિસ્તારી છે. અગાઉ તે 37 પ્રકારના તાજાં ખાદ્યો અને 50 પ્રકારના પૂર્વ- નોંધણીકૃત પ્રક્રિયા કરેલા ખાદ્યો ઓન-ડિવાઈસ ઓળખી શકતા હતા. સીઈએસ ખાતે રજૂ કરવામાં આવનારું નવું વર્ઝન વધુ ખાદ્યપદાર્થો ઓળખવા માટે તેની મોજૂદ મર્યાદાઓને પાર કરવા માટે નિર્માણ કરાયા છે, જે વ્યાપક અને સાનુકૂળ અનુભવ પ્રદાન કરે છે.

શ્રી પાર્કે જણાવ્યું કે સેમસંગે ભારતમાં 10,000થી વધુ હોશિયાર એન્જિનિયરોને રોક્યા છે, જેઓ આગામી 30 વર્ષમાં બ્રાન્ડે ધ્યેય રાખ્યો છે તેવા એઆઈ પરિવર્તનમાં સંકળાયેલાં છે.

“અમારી પાસે ડિઝાઈન સેન્ટર સિવાય ભારતમાં ત્રણ આરએન્ડડી સેન્ટર છે, જે ભારતમાં ઈનોવેશન્સ સાથોસાથ વૈશ્વિક પ્રોડક્ટો અને ટેકનોલોજીમાં પણ યોગદાન આપે છે. હું માનું છું કે અમે એઆઈ પ્રેરિત સ્માર્ટફોન્સ, કનેક્ટેડ જીવન અને ઈન્ટેલિજન્ટ ડિવાઈસીસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ ત્યારે ભારત વૈશ્વિક ઈનોવેશન્સમાં આગેવાની કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે,’’ એમ તેમણે ઉમેર્યું હતું.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button