નિસાન મોટર ઈન્ડિયાની ઘરેલુ વેચાણ માર્ચ 2026માં ફેબ્રુઆરીની સરખામણીમાં 98 ટકા વધ્યું, ઑલ ન્યૂ ગ્રેવાઇટે વિકાસને ગતિ આપી

નિસાન મોટર ઈન્ડિયાની ઘરેલુ વેચાણ માર્ચ 2026માં ફેબ્રુઆરીની સરખામણીમાં 98 ટકા વધ્યું, ઑલ ન્યૂ ગ્રેવાઇટે વિકાસને ગતિ આપી
ગુરુગ્રામ, 1 એપ્રિલ, 2026: નિસાન મોટર ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (NMIPL) એ માર્ચ 2026માં 10,388 યુનિટ્સના કુલ વેચાણ સાથે ઉત્તમ પ્રદર્શન નોંધાવ્યું છે. આ દરમિયાન ઘરેલુ વેચાણ 4,408 યુનિટ્સ રહ્યું, જે છેલ્લા પાંચ વર્ષમાં કોઈપણ મહિનાનું સર્વોચ્ચ ઘરેલુ વેચાણ છે. ફેબ્રુઆરી 2026ની સરખામણીમાં ઘરેલુ હોલસેલમાં 98 ટકા જેટલી નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. માર્ચ 2026માં નિકાસનો આંક 5,980 યુનિટ્સ રહ્યો.
ઑલ ન્યૂ નિસાન ગ્રેવાઇટની ડિલિવરી શરૂ થવાથી ઘરેલુ સ્તરે કંપનીના મજબૂત પ્રદર્શનને સહારો મળ્યો છે. ગ્રેવાઇટને દેશભરના ગ્રાહકો તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ગ્રેવાઇટની ડિલિવરીની શરૂઆત ભારતમાં નિસાન માટે એક મહત્વપૂર્ણ પડાવ છે. આ સાથે નિસાન મેગ્નાઇટના જોરદાર પ્રદર્શન સાથે કંપનીની પ્રોડક્ટ ગતિ વધુ મજબૂત બની છે.
માસિક વેચાણ અંગે ટિપ્પણી કરતાં નિસાન મોટર ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સૌરભ વત્સે જણાવ્યું કે, “ભારતમાં નિસાન માટે માર્ચ મહત્વપૂર્ણ મહિનો રહ્યો છે. ઘરેલુ વેચાણમાં મજબૂત વૃદ્ધિ અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોને લઈને ગ્રાહકોની સકારાત્મક પ્રતિસાદનો પુરાવો છે. ઑલ ન્યૂ નિસાન ગ્રેવાઇટની ડિલિવરીની શરૂઆત સાથે અમે નિસાન બ્રાન્ડ પ્રત્યેના ગ્રાહકોના પ્રેમ અને પ્રશંસા માટે તેમનો આભાર માનીએ છીએ. પ્રોડક્ટ્સને મળતા જોરદાર પ્રતિસાદથી ભવિષ્યના અવસર પ્રત્યે અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. નિસાન મેગ્નાઇટના મજબૂત પ્રદર્શન સાથે, અમારા નેટવર્ક પાર્ટનર્સ અને નિસાન ફાઇનાન્સ તથા અન્ય બેન્કિંગ પાર્ટનર્સના સહયોગથી અમે અમારા સેલ્સ અને સર્વિસ અનુભવને વધુ મજબૂત બનાવવાનો ફોકસ રાખી રહ્યા છીએ. સાથે જ ભારતીય બજારમાં લાંબા ગાળાના સતત વિકાસ માટે અમારા નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા છીએ.”
વધતા પ્રોડક્ટ પોર્ટફોલિયો, ગ્રાહકોના વધતા રસ અને સતત વિસ્તરતા નેટવર્કના સહયોગથી માર્ચ મહિનામાં નિસાન મોટર ઈન્ડિયાનું પ્રદર્શન બજારમાં કંપનીની મજબૂત સ્થિતિ દર્શાવે છે. નિસાન મેગ્નાઇટ સતત ઉત્તમ પ્રદર્શન કરી રહી છે અને હવે ઑલ ન્યૂ નિસાન ગ્રેવાઇટ પણ ગ્રાહકો સુધી પહોંચી રહી છે. આ સાથે નિસાને ભારતમાં વિકાસના આગામી તબક્કામાં પ્રવેશ કર્યો છે.
વધુ માહિતી માટે મુલાકાત લો: www.nissan.in



