લાઈફસ્ટાઇલ

ભારતમાં સર્વપ્રથમ “100 સતત બેરીયાટ્રીક સપોર્ટગ્રુપ મિટિંગ્સ”થી ઓબેસીટી સારવારમાં નવી ઐતિહાસિક સિદ્ધિ

ભારતમાં સર્વપ્રથમ “100 સતત બેરીયાટ્રીક સપોર્ટગ્રુપ મિટિંગ્સ”થી ઓબેસીટી સારવારમાં નવી ઐતિહાસિક સિદ્ધિ
અમદાવાદ: ભારતમાં ઓબેસીટી સારવાર ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે, નોબેસિટી બેરીયાટ્રીક સર્જરી સેન્ટર, KD હોસ્પિટલના સહયોગથી, સતત 100મી બેરીયાટ્રીક સપોર્ટ ગ્રુપ મિટિંગનું આયોજન કરી રહ્યું છે. આ 9 વર્ષથી સતત ચાલતી પેશન્ટ સપોર્ટ અને પેશન્ટ ના જીવનમાં પરિવર્તન લાવતી અનોખી પહેલનું પ્રતિબિંબ છે.
ભારતમાં વધતી ઓબેસીટી – ચિંતાજનક સ્થિતિ
ઓબેસીટી ભારતમાં ઝડપથી ગંભીર આરોગ્ય સમસ્યા બની રહી છે. અંદાજ મુજબ, ભારતની 22–24% વયસ્ક વસ્તી (અંદાજે 18–25 કરોડ લોકો) ઓબેસીટીથી પીડાય છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં વધુ છે. આનો આર્થિક બોજ પણ મોટો છે, જે દેશના GDP ના 1.02% જેટલો છે, અને લોકો પોતાની આવકનો આશરે 15% ખર્ચ સારવારમાં કરે છે.
આ ઉપરાંત, બાળ ઓબેસીટીમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે પહોંચવાની શક્યતા છે, અને 2040 સુધીમાં આશરે 5.6 કરોડ બાળકો જોખમમાં રહેશે.
આટલી મોટી સમસ્યા હોવા છતાં સારવારમાં મોટો ગેપ છે — જ્યાં 13.5 કરોડ લોકો બેરીયાટ્રીક સર્જરી માટે યોગ્ય છે, ત્યાં માત્ર 25,000 થી 30,000 સર્જરી દર વર્ષે થાય છે, એટલે કે ફક્ત 0.02% લોકો જ સારવાર મેળવે છે.
મહત્વની વાત એ છે કે ઓબેસીટીની સારવાર પછી નિયમિત ફોલોઅપ ન હોય તો વજન ફરી વધવાની શક્યતા રહે છે. સંશોધન મુજબ, સતત ફોલોઅપ અને સપોર્ટથી લાંબા ગાળે વધુ સારો અને સ્થિર વજન ઘટાડો મળે છે, તેમજ દર્દીઓનું આરોગ્ય અને જીવનની ગુણવત્તા સુધરે છે. તેથી સપોર્ટ ગ્રુપ જેવી વ્યવસ્થાઓ ખૂબ જ જરૂરી બને છે.
બેરીયાટ્રીક સારવારથી અને સતત સપોર્ટ થી જીવનમાં બદલાવ
નોબેસિટીના પરિણામો બતાવે છે કે બેરીયાટ્રીક સર્જરીથી દર્દીઓના જીવનમાં મોટો ફેરફાર આવે છે:
સરેરાશ વજન 118.5 કિલોથી ઘટીને 78.4 કિલો થયું
કુલ શરીર વજનમાં 33% ઘટાડો
85% દર્દીઓમાં ડાયાબિટીસ સંપૂર્ણ નિયંત્રણમાં, અને 96.2% માં સુધારો
86% દર્દીઓમાં એક વર્ષમાં જીવનની ગુણવત્તા સારીથી ઉત્તમ बनी
આ દર્શાવે છે કે બેરીયાટ્રીક સર્જરી માત્ર વજન ઘટાડવાની નહીં, પરંતુ જીવન સુધારવાની અસરકારક સારવાર છે.
લાંબાગાળાની સફળતાનું રહસ્ય – સપોર્ટ ગ્રુપ
સર્જરી પછી સાચી સફળતા માટે લાંબા ગાળે જીવનશૈલીમાં બદલાવ જાળવવો જરૂરી છે — અને તેમાં સપોર્ટ ગ્રુપ મહત્વની ભૂમિકા ભજવે છે.
સંશોધન મુજબ, સપોર્ટ ગ્રુપમાં જોડાતા દર્દીઓ 5–10% વધુ વજન ઘટાડે છે અને વધુ સારી જીવન ગુણવત્તા મેળવે છે.
નોબેસિટીનું સપોર્ટ ગ્રુપ ખાસ છે કારણ કે:
ભારતનું પ્રથમ બેરીયાટ્રીક સપોર્ટ ગ્રુપ પ્રોગ્રામ જે દર મહિને નિયમિત મળે છે.
9 વર્ષથી સતત ચાલતો પ્રોગ્રામ
100 સતત મિટિંગ્સ — ભારત માટે અને ઓબેસીટી ની સારવાર ની એક ઐતિહાસિક સિદ્ધિ
COVID-19 દરમિયાન પણ ઓનલાઈન મિટિંગ દ્વારા સતત પેશન્ટ સપોર્ટ
આ ગ્રુપ દર્દીઓને મોટિવેશન, માર્ગદર્શન અને આત્મવિશ્વાસ આપે છે, જે લાંબા ગાળે પરિણામ જાળવવામાં મદદરૂપ બને છે.
દર્દી કલ્યાણ માટે સહયોગ
આ સફળ યાત્રા KD હોસ્પિટલના સતત સહયોગથી શક્ય થયું છે, જેઓએ આ પહેલને મજબૂતી આપી છે.
Dr. Manish Khaitan, ડિરેક્ટર – નોબેસિટી, જણાવ્યું કે :
“100મી સતત મિટિંગ માત્ર એક આંકડો નથી, પરંતુ પેશન્ટ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા છે. સર્જરી પછી પણ દર્દીઓ સાથે જોડાયેલા રહેવું ખૂબ જરૂરી છે. સપોર્ટ ગ્રુપમાં જોડાતા દર્દીઓ લાંબા ગાળા ના વજન ઘટાડાના વધુ સારા પરિણામ મેળવે છે — આ અમારી માહિતી સ્પષ્ટ બતાવે છે.”
Dr. Adit Desai, MD – KD હોસ્પિટલ, જણાવ્યું કે:
“KD હોસ્પિટલને આ પહેલનો ભાગ બનવા ગર્વ અનુભવે છે. 100 સતત મિટિંગ્સ પૂર્ણ કરવી એક મોટી સિદ્ધિ છે અને પેશન્ટ કેન્દ્રિત સારવારમાં નવો માપદંડ સ્થાપિત કરે છે.”
100મી બેરીયાટ્રીક સપોર્ટ ગ્રુપ મિટિંગ માત્ર ઉજવણી નથી —
તે સતત પેશન્ટ સપોર્ટ, નવી વિચારસરણી અને દર્દી કેન્દ્રિત સારવારનું પ્રતિક છે.
નોબેસિટી બતાવે છે કે સાચી સફળતા માત્ર સર્જરીમાં નહીં, પરંતુ સતત સપોર્ટ અને માર્ગદર્શનમાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button