સાધલી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનું જોર: જીગાભાઈ પટેલના જનસંપર્ક દરમિયાન ગામોમાં ભવ્ય આવકાર

સાધલી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનું જોર: જીગાભાઈ પટેલના જનસંપર્ક દરમિયાન ગામોમાં ભવ્ય આવકાર

સાધલી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિભાબેન પટેલ ના ચુંટણી એજન્ટ જીગાભાઈ ને સુરાશામળ તાલુકા પંચાયત બેઠકના 3 ગામની ફેરણી દરમિયાન ભારે આવકાર મળેલ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પ્રચાર માટે હવે પછી માત્ર ચાર દિવસ બાકી રહ્યા છે, ત્યારે સાધલી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિભા પટેલના ચૂંટણી એજન્ટ અને પતિ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ દ્વારા આજરોજ પોતાના ટેકેદારો સાથે સુરાશામળ તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા ત્રણ ગામો સુરાશામળ, મીઠોળ અને દિવેર ની મુલાકાત લેતાં મતદારો તથા ગ્રામજનો દ્વારા ભારે આવકાર મળેલ છે અને મીઠોળ ગામે જ્યાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બે જૂથો હતા, તેઓએ ભેગા થઈને ઢોલ નગારા સાથે આજના પ્રચાર કાર્યક્રમમાં જોડાતા મીઢોળ ગામ 100 ટકા ભાજપમય બનેલ છે. જે જીગાભાઈ ની લોક ચાહના સાબિત કરે છે. જોકે સાધલી જિલ્લા પંચાયતની બેઠકમાં સામે કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર છે અને હાલ જે બિલકુલ નિષ્ક્રિય છે, જેના કારણે આ બેઠક સીધી ભાજપના વિભા પટેલ ના ખોળામાં આવીને પડેલ છે. છતાં પણ તેઓએ અતિ વિશ્વાસ માં આવ્યા સીવાય ગામેગામ પ્રચારનો દોર ચાલુ રાખેલ છે. જે તેઓની અડગતા સાબિત કરે છે. તેઓની સાથે તાલુકા ભાજપ ના પ્રમુખ સંકેત પટેલ તથા સમગ્ર ટીમ પ્રચારમાં જોડાયેલ છે.



