શિનોર તાલુકાના પુનિયાદ ગામે વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદી ઝાપટા સાથે બે સ્થળે વીજળી પડવાથી શ્રમજીવી પરિવારના માતા અને બે પુત્રીને ઇજા.

શિનોર તાલુકાના પુનિયાદ ગામે વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદી ઝાપટા સાથે બે સ્થળે વીજળી પડવાથી શ્રમજીવી પરિવારના માતા અને બે પુત્રીને ઇજા.
પુનિયાદ ગામે તારીખ 19 એપ્રિલ 2026 અને રવિવારની સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદી ઝાપટા વચ્ચે બે સ્થળોએ વીજળી પડવાથી એક મજૂરીયત પરિવારની માતા અને બે પુત્રીઓને વીજળીના ઝાટકા ની અસર પહોંચતાં, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા, જ્યાં સદનસીબે ત્રણેયનો બચાવ થયો હતો, મૂળ એમ.પી અલીરાજપુરના પાનગોલા ગામના ઉમરખોદરા ફળીયાના વતની અને હાલ શિનોર તાલુકાના પુનિયાદ ગામે કેલબાઇ ડાવર પોતાના પરિવાર સાથે રહી ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, રવિવારની ઢળતી સાંજે શિનોરના પુનિયાદ ગામે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.આ સમયે કેલબાઇ તેની બે પુત્રી સેના અને મેના સાથે કપાસ વીણી રહેઠાણ ના સ્થળે પરત જઇ રહ્યા હતા તે સમયે અચાનક વિજળી ના મોટા કડાકા સાથે તેઓની નજીક વિજળી પડતાં ત્રણે જણા ફંગોળાઈ ગયા હતા.અને નાની મોટી ઇજા પહોંચી હતી.
જો કે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સેગવાની ખાનગી હોસ્પિટલ માં લઇ જવાયા હતા.. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આ ઘટના સંબંધે શિનોર તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક સાધતાં કચેરીમાં કોઈ નોંધ લેવામાં આવેલ નથી અને તમામ સ્ટાફ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે આ બાબતથી અજાણ હોવાનું જાણવા મળેલ છે. તાલુકાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ કિસ્સામાં સદંતર નિષ્ફળ રહેલ છે. નવી નિમણૂક પામેલ તાલુકા વિકાસ અધિકારી મહેશ પી.વિરાણી આ કિસ્સાની તપાસ કરશે ખરા?????



