દેશ

દિલ્હીમાં ચમક્યો શિનોરનો ખેડૂત: બાવળીયા ગામના વનરાજસિંહ ચૌહાણને રાષ્ટ્રીય સ્તરે ‘પ્રાકૃતિક ખેતી બેસ્ટ ફાર્મર’ એવોર્ડ

દિલ્હીમાં ચમક્યો શિનોરનો ખેડૂત: બાવળીયા ગામના વનરાજસિંહ ચૌહાણને રાષ્ટ્રીય સ્તરે ‘પ્રાકૃતિક ખેતી બેસ્ટ ફાર્મર’ એવોર્ડ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાનકડા બાવળીયા ગામના ખેડૂતને રાષ્ટ્રીય કક્ષાએ પ્રાકૃતિક ખેતી બેસ્ટ ફાર્મર નો એવોર્ડ મળતાં આનંદની લાગણી વ્યાપેલ છે.
NASC કોમ્પ્લેક્સ NCAR ન્યુ દિલ્હી ખાતે કૃષિ જાગરણ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ના પ્રોજેક્ટ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ પ્રાકૃતિક ખેતી બેસ્ટ ફાર્મર નો એવોર્ડ વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના નાનકડા બાવળીયા ગામના ખેડૂત વનરાજસિંહ દિલીપસિંહ ચૌહાણ ને આપીને બહુમાન કરવામાં આવેલ છે નેચરલ ફાર્મિંગ દેશ અને દુનિયામાં થાય સમાજ રૂપ થાય તે દિશામાં આગળ વધવાની શુભેચ્છાઓ અને શુભકામનાઓ તેઓને મળ્યા હતા. પોતાના વતન બાવળીયા મુકામે તેઓ શ્રી ગોરસ ગીર ગૌશાળા ધરાવે છે, અને પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્ર પણ ચલાવે છે, તેઓએ શરૂઆતમાં એક ગાય થી શરૂ કરી હાલ 150 ઉપરાંત વધુ ગીર ગાયો ધરાવે છે અને આ પ્રાકૃતિક ખેતી થી તેઓ આત્મ નિર્ભર બન્યા છે. તેઓ માને છે* ગાય લાવે એની ગરીબી જાય*, ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ પણ તેઓની ગૌશાળા તથા બાવળીયા ગામની મુલાકાત લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button