સાધલી બેઠક પર કેસરીયો માહોલ: જીગાભાઈ પટેલ અને ભાજપ સંગઠનની જોડીએ પ્રચારમાં લગાવી પાંખો

સાધલી બેઠક પર કેસરીયો માહોલ: જીગાભાઈ પટેલ અને ભાજપ સંગઠનની જોડીએ પ્રચારમાં લગાવી પાંખો
સાધલી જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર વિભા પટેલ તથા તેમના ચૂંટણી એજન્ટ જીગાભાઈ પટેલને તાલુકામાં ફેરણી દરમિયાન પ્રચંડ આવકાર મળી રહ્યો છે.
આજરોજ તારીખ 21 એપ્રિલ 2026 ના રોજ સવારના 9 કલાકથી જિલ્લા પંચાયત બેઠક ના ઉમેદવાર વિભા પટેલ તથા તેમના ચૂંટણી એજન્ટ જીગાભાઈ પટેલ ની સાથે શિનોર ભાજપ પ્રમુખ સંકેત પટેલ, બેઠક ઇન્ચાર્જ મુકેશભાઈ બીરલા , સાધલી તથા સુરાશામળ બેઠકના ઉમેદવારો ની સાથે માંજરોલ તથા દિવેર ગામે પહોંચતા ગામના સરપંચો દ્વારા સ્વાગત કરીને ડીજેના તાલે ફેરણ શરૂ કરાતાં ઘેર ઘેર કુમકુમ તિલક અને ચોખા થી વધાવવામાં આવ્યા હતા અને શુકન રૂપે એડવાન્સમાં ચુંટણી જીત નો ફુલહાર પહેરાવવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ઉમેદવાર વિભા પટેલ સામે એકમાત્ર કોંગ્રેસના નિષ્ક્રિય ઉમેદવારે ફોર્મ ભર્યું છે અને ફોર્મ ભર્યા પછી આજ દિન સુધી પ્રચારમાં પોતાના સાધલી ગામમાં પણ આવી શક્યા નથી. સાધલી બેઠકમાં સમાવિષ્ટ 22 ગામોમાં પણ તેઓ દ્વારા પ્રચાર કરવામાં આવતો નથી. જેથી લોકો માની રહ્યા છે , કે તેઓ જાતે ચૂંટણીમાંથી ખસી ગયા છે. આવી પરિસ્થિતિ હોવા છતાં પણ વિભા પટેલ અને તેમના ટેકેદારો દ્વારા દરરોજ મતદારોને મળવા માટે ફેરણી કરવામાં આવે છે, જેનાથી મતદારો ઉપરાંત ગ્રામજનો પણ પ્રભાવિત થયા છે. હાલની પરિસ્થિતિ ચાલુ રહેશે તો વડોદરા જિલ્લાની તમામ બેઠકોમાં સૌથી વધુ માર્જિનથી વિજેતા સાધલી -23 જિલ્લા પંચાયત મતદાર વિભાગની બેઠક બનશે ,એવું લાગી રહ્યું છે. તેનો યશ વિભા પટેલના ચૂંટણી એજન્ટ ઉતરાજના સરપંચ હરિકૃષ્ણ ઉર્ફે જીગાભાઈ પટેલ તથા ભાજપ પ્રમુખ સંકેત પટેલ અને સંગઠનના હોદ્દેદારો અને મતદારો મેળવી જશે.



