ગુજરાત વાઈબ્રન્ટ રીજનલ એકઝીબિશન ખાતે બાગાયત વિભાગ દ્વારા મેન્ગો ફેસ્ટીવલ એકઝીબિશનઃ

ગુજરાત વાઈબ્રન્ટ રીજનલ એકઝીબિશન ખાતે બાગાયત વિભાગ દ્વારા મેન્ગો ફેસ્ટીવલ એકઝીબિશનઃ
સાત જિલ્લાના ૧૨૫ ખેડુતો દ્વારા ૭૨ પ્રકારની કેરીની જાતોના નમુના રજુ કરવામાં આવ્યા છેઃ
કેરીની ખેતી કરવા માંગતા ખેડુતો સબસિડી મેળવીને કેરીની ઉચ્ચ જાતોનું વાવેતર કરી શકે છેઃ
તા.૫મી મે સુધી એકઝીબિશન ખુલ્લુ રહેશેઃ
૧ લી મેના રોજ AURO યુનિવર્સીટી ખાતે ગુજરાત વાઈબ્રન્ટ એકઝીબિશન ખાતે ગુજરાત એગ્રો અને બાગાયત વિભાગ, ગાંધીનગર તરફથી મેન્ગો ફેસ્ટીવલ અને મેન્ગો વેરાયટીઓનું મેગા એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અંતર્ગત દક્ષિણ ગુજરાત ના સાત જિલ્લામાંથી આશરે ૧૨૫ ખેડૂતો દ્વારા ૭૨ જેવી કેરીની વિવિધ જાતોના નમુના રજુ કરવામાં આવ્યા હતા. જિલ્લાના આશરે ૪૦ થી ૫૦ ખેડૂતો પોતાની રસાયણિક ખાતર અને દવા વિનાની ઝેરમુક્ત પ્રાકૃતિક ખેત પધ્ધતિ થી તૈયાર કરેલી કેરી વેચાણ માટે સ્ટોલમાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો દ્વારા કેસર, રાજાપુરી, વનરાજ, હાફુસ , દશેરી જેવી વિવિધ જાતો ગ્રાહકોને સીધા વેચાણ માટે સ્ટોલ ઉપર મુકવામાં આવ્યા છે.
આ અવસરે આયોજીત સેમિનારમાં કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને નફાકારક ખેતી કરવા માટે સરકાર દ્વારા અમલીકૃત વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કૃષિ મંત્રીશ્રીએ નેટહાઉસ અને ગ્રીનહાઉસમાં ખેતી કરીને ઓછી ખેતીમાંથી મબલખ આવક મેળવવા માટેનો અનુરોધ કર્યો હતો. જેમાં બાગાયત વિભાગ દ્વારા ૬૫% સબસીડી અને ગુજરાત સરકાર દ્વારા ૩૫% લોન આપવામાં આવશે તેમ કૃષિ મંત્રીએ જણાવ્યું હતું. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી,લાલ બંગલા સામે,ઓલપાડી મહોલ્લો,અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮ ખાતે રૂબરૂ સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક દ્વારા અનુરોધ કરાયો છે. આ પ્રદર્શન તા.૫મી મે સુધી ખુલ્લુ રહેશે.



