ડૉ. પ્રિયંકા ધ્રુવ ગાંગાડવાળાને પીએચ.ડી. ની ડિગ્રી એનાયત

ડૉ. પ્રિયંકા ધ્રુવ ગાંગાડવાળાને પીએચ.ડી. ની ડિગ્રી એનાયત
સંશોધક પ્રા. પ્રિયંકા ધ્રુવ ગાંગાડવાળાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સ – એકાઉન્ટન્સી વિષયમાં “AN ANALYTICAL STUDY OF FINANCIAL LITERACY AND INVESTMENT PATTERN AMONG WORKING WOMEN IN SURAT CITY” વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો જેનો યુનિવર્સિટી દ્વારા સ્વીકાર કરી પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી. તેમના સંશોધનમાં સુરત શહેરની કાર્યરત મહિલાઓમાં નાણાકીય સાક્ષરતા, રોકાણ અંગેની સમજ, રોકાણની પસંદગી તેમજ રોકાણના વર્તનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
સંશોધનના પરિણામોમાં કાર્યરત મહિલાઓમાં નાણાકીય જ્ઞાન અને રોકાણ અંગેની જાગૃતિનું મહત્વ સ્પષ્ટ થયું છે. અભ્યાસ દ્વારા મહિલાઓના નાણાકીય નિર્ણયો પર આવક, નાણાકીય જ્ઞાન તથા અન્ય સામાજિક-આર્થિક પરિબળોની અસર અંગે મહત્વપૂર્ણ તારણો પ્રાપ્ત થયા છે. આ સંશોધન કાર્યને યુનિવર્સિટી દ્વારા માન્યતા આપવામાં આવતા પ્રિયંકા ધ્રુવ ગાંગડવાલાની શૈક્ષણિક સિદ્ધિમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ઉમેરાયું છે.



