લોક સમસ્યા

ગયા બોર્ડમાં અન્યાય, આ વખતે શું? વડોદરા જિલ્લા પંચાયતમાં શિનોર તાલુકાને ન્યાય આપવા જનતાની માંગ

ગયા બોર્ડમાં અન્યાય, આ વખતે શું? વડોદરા જિલ્લા પંચાયતમાં શિનોર તાલુકાને ન્યાય આપવા જનતાની માંગ
વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપ દ્વારા પાંચ હોદ્દા અપાયા પછી શિનોર તાલુકાને મહત્વ ની સમિતિની જવાબદારી આપવાની માંગ ઉઠેલ છે.
જિલ્લા પંચાયત વડોદરામાં પ્રમુખ જ્યોત્સનાબેન રબારી કરજણ તાલુકો, ઉપપ્રમુખ કમલેશ પટેલ વડોદરા તાલુકો ,કારોબારી ચેરમેન કૈરવી વાઘેલા રણોલી,વડોદરા તાલુકો, મનિષા પરમાર ડેસર તાલુકો અને પક્ષ નેતા રાકેશ ઠાકોર ડભોઇ તાલુકા નો સમાવેશ થયેલ છે. હવે કુલ આઠ સમિતિઓની રચના કરવાની બાકી છે, મહત્વના પાંચ હોદ્દાઓ અપાય ચૂક્યા છે. જેમાં શિનોર તાલુકાની બાદબાકી દેખાઈ આવે છે.
ગત જિલ્લા પંચાયતના બોર્ડમાં શિનોર તાલુકાના બે પ્રતિનિધિ ચૂંટાયા હોવા છતાં એકને પણ ચેરમેન જેવો જવાબદારી વાળો હોદ્દો આપવામાં આવ્યો નહોતો, આમ શિનોર તાલુકાને અન્યાય કરવામાં આવ્યો હતો. આ નવા ચૂંટાયેલા બોર્ડમાં એક બેઠક સાધલીની ભાજપને મળેલ છે, જ્યારે અન્ય શિનોરની બેઠક કોંગ્રેસને મળેલ છે, તેના કારણમાં શિનોર તાલુકાને ભાજપ દ્વારા ગત બોર્ડમાં પ્રતિનિધિત્વ આપવામાં આવેલ નહોતું અને અન્યાય કરાયો હતો તે પણ એક જવાબદાર ફેક્ટર હતું.
નવા બોર્ડમાં ભાજપના મોટાભાગના નવા ચૂંટાયેલા ચહેરાઓ દેખાઈ આવે છે, માત્ર બે કે ત્રણ જૂના અનુભવી પ્રતિનિધિ દેખાઈ આવે છે, જેમાં સાધલીની બેઠક ઉપર ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિ ફરીથી જિલ્લા પંચાયતમાં શિનોર તાલુકામાંથી ચૂંટાઈ આવ્યા છે, જેથી આ પંથકની માંગણી છે કે જિલ્લા ભાજપ સંગઠન તથા જિલ્લા ભાજપના ધારાસભ્યો શિનોર તાલુકાને મહત્વની સમિતિ નું સંચાલન કરવાની જવાબદારી આપે અને નવી ટર્મમાં શિનોર તાલુકાને ન્યાય અપાવે એવી સમગ્ર શિનોર તાલુકાની જનતાની માંગ છે. જિલ્લા ભાજપ સંગઠનમાં પણ શિનોર તાલુકાને જવાબદારી વાળો હોદ્દો અપાયેલ નથી, એ જગ જાહેર વાત છે. પાડા પાડા ની લડાઈમાં શિનોર તાલુકાના ઝાડનો ખો નીકળી રહ્યો છે. વડોદરા જિલ્લા ના પ્રભારી મંત્રી તથા પ્રભારી શિનોર તાલુકાના પૂરેપૂરો ન્યાય અપાવે એવી માંગ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button