આરોગ્ય

શિનોર ખાતે વિશ્વ ઇમર્જન્સી દિવસની ઉજવણી: ધીરજ હોસ્પિટલ દ્વારા યોજાયો સીપીઆર (CPR) તાલીમ કાર્યક્રમ

શિનોર ખાતે વિશ્વ ઇમર્જન્સી દિવસની ઉજવણી: ધીરજ હોસ્પિટલ દ્વારા યોજાયો સીપીઆર (CPR) તાલીમ કાર્યક્રમ
શિનોર પટેલ વાડી ખાતે ધીરજ હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ બજાર સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને વિશ્વ ઈમરજન્સી દિવસની ઉજવણી કરવામાં આવી
વિશ્વ ઇમર્જન્સી દિવસ નિમિત્તે આજ રોજ તારીખ 27 મે 2026 ને બુધવારે શિનોર પટેલ વાડી ખાતે ધીરજ હોસ્પિટલ ના માર્ગદર્શન હેઠળ સીપીઆર (CPR) અંગે જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધીરજ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરઓ દ્વારા ઉપસ્થિત નાગરિકોને હાર્ટ એટેક અથવા અચાનક બેભાન થયેલ વ્યક્તિને પ્રાથમિક સારવારરૂપે કેવી રીતે સી.પી.આર આપવું તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા સીપીઆર કરવાની યોગ્ય પદ્ધતિનું પ્રેક્ટિકલ ડેમો પણ આપવામાં આવ્યું હતું, જેથી સામાન્ય નાગરિકો પણ ઇમર્જન્સી સમયે માનવ જીવન બચાવવામાં મદદરૂપ બની શકે. શિનોર બજાર સમિતિના ચેરમેન સચિન પટેલ દ્વારા આ કાર્યક્રમને ખૂબ જ ઉપયોગી ગણાવ્યો અને આવી તાલીમ સમયાંતરે યોજાય તેવી માંગ વ્યક્ત કરી હતી.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ઇમર્જન્સી સમયે તાત્કાલિક સારવાર અંગે જાગૃતિ લાવવાનો અને “જીવન બચાવવું એ સર્વોત્તમ સેવા” નો સંદેશ પહોંચાડવાનો હતો, એમ એડવોકેટ પ્રકાશ માસ્તર દ્વારા જણાવ્યું હતું.કાર્યક્રમમાં શિનોર પી.એચ.સી સ્ટાફ ,આશાવર્કરો ,શિનોર ગામના યુવાનો, વડીલો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમ ધીરજ હોસ્પિટલ ના માર્કેટિંગ ઓફિસર હર્ષ પટેલ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button