શિક્ષા

એસપીબી કોલેજ ખાતે ભવ્ય પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

એસપીબી કોલેજ ખાતે ભવ્ય પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસપીબી ઇંગ્લિશ મીડિયમ કોલેજ ઓફ કોમર્સ, સુરત ખાતે તા. 03-09-2026ના રોજ વિદ્યાર્થીઓની શૈક્ષણિક, રમતગમત, સાંસ્કૃતિક અને ડિબેટ ક્ષેત્રની સિદ્ધિઓને બિરદાવવા માટે ભવ્ય પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ પરંપરાગત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યાએ સ્વાગત પ્રવચન આપી ઉપસ્થિત મહાનુભાવો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે કોલેજની શૈક્ષણિક તથા સહઅભ્યાસકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મેળવેલી વિવિધ સિદ્ધિઓનો પરિચય આપ્યો હતો.
આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ શ્રી આશિષ વકીલે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને બિરદાવતાં તેમને સતત શીખતા રહેવા, મહેનત કરવા અને જીવનમાં ઊંચા લક્ષ્યો હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા હતા. બધા મહેમાનોએ કોલેજ મેગેઝિન INDEX નું અનાવરણ કર્યું હતું જેમાં 2024-26 દરમિયાન થયેલ પ્રવૃત્તિઓનું વિવરણ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાની ઝલક જોવા મળી.
મુખ્ય અતિથિ ડિટોક્સ ગ્રુપ ઓફ કંપનીઝના નિયામક શ્રી વરુણ કોન્ટ્રાક્ટરે પોતાના પ્રેરણાદાયી વક્તવ્યમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અભ્યાસની સાથે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ડિબેટ જેવી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રથમ ઉપાધ્યક્ષ ડૉ. કિશોર દેસાઈએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભાને ઓળખી તેનો સતત વિકાસ કરવા તથા ભવિષ્યમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

સમારોહ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. પી.એચ.ડી., બી.કોમ. અને એમ.કોમ.ના અભ્યાસક્રમોમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ ત્રણ ક્રમે રહેલા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
રમતગમત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉચ્ચ કક્ષાની સ્પર્ધાઓમાં પોતાની રમતગમત પ્રતિભા દર્શાવી સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું.
સાંસ્કૃતિક ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં સક્રિય ભાગીદારી તથા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિબેટ ક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને તેમની તર્કશક્તિ, વક્તૃત્વકલા, અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ માટે પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવના વાતાવરણમાં સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓનું આ સન્માન તેમની મહેનતને પ્રોત્સાહન આપવાની સાથે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું હતું.
કાર્યક્રમ દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ડિબેટ જેવા ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ડૉ સવિતા સોંઘીએ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રા. હીરા પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. આશિષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button