ગુજરાત

બીજાના જીવ બચાવતાં અનિલ માછીએ ગુમાવ્યો પોતાનો જીવ, કોબરાના ડંખથી કરુણ મોત

બીજાના જીવ બચાવતાં અનિલ માછીએ ગુમાવ્યો પોતાનો જીવ, કોબરાના ડંખથી કરુણ મોત

 એક વર્ષ અગાઉ અવાખલ ના અશોક પટેલ જે રેસ્ક્યુ કરતા હતા, તેમને સાપે ડંખ મારતાં મૃત્યુ પામ્યા હતા, તેની યાદ તાજી થઈ.

તારીખ 1 સપ્ટેમ્બર 2026 સાંજના 8:30 ના અરસામાં શિનોર રોહિત વાસમાં રહેતા 38 વર્ષના અનિલ કનુભાઈ માછી, પંચાયત ઓફિસ સામે પાવભાજી લેવા જતા હતા, ત્યારે તેઓએ રસ્તા પર કોબરા જાતિના સાપને જોયો ,તેની આજુબાજુ લોકો તથા બાળકો રમતા હતા ,તેઓને કરડેના તે હેતુથી તેમને સાપને રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરતી વખતે આંગળી ઉપર કોબ્રાએ ડંખ માર્યો. છતાં હિંમત કરીને તેને બરણીમાં પૂર્યો, તેમના મિત્રો બાઈક પર મોટા ફોફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા અને ત્યાંથી 108 મારફત સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યાંના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.અનિલ માછી ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સાપ તેમજ અન્ય વન જીવોનુ રેસ્ક્યુનું કામ પણ કરે છે, વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સાપ પકડવા અને વન્યજીવો નું રેસ્ક્યુ કરવા બદલ પ્રમાણપત્રો પણ આપેલા છે. એમના પરિવારમાં તેઓ એક માત્ર સહારો હતા, વિધવા માતા અને નાનો પુત્ર તથા નાની પુત્રી નિરાધાર બન્યા છે. ઘણાના જીવ બચાવનાર અનિલ માછીના મોતથી શોકની લાગણી વ્યાપેલ છે સરકાર તથા વન વિભાગ દ્વારા આ પરિવારને યોગ્ય સહાય મળે તેવી માંગ છે.અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ અવાખલ ગામના અશોક મનહર પટેલ નું આ કોબરા જાતિના સાપને પકડતાં ડંખ લાગી જતાં, મૃત્યુ થયું હતું, તેની યાદ તાજી થઈ છે. પોતાના જીવને જોખમમાં નાખીને અન્યના જીવોને બચાવવા અને પકડેલા સાપ કે વન્ય જીવોને સલામત વન વિભાગને સોંપતા આવા નરબંકા ને સલામ કરવાનું મન થાય છે. અને દુઃખની પણ લાગણી થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button