ગુજરાત

અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશનની 12મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશનની 12મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
સુરત : અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશનની 12મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન રવિવારે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ, નરથાન ખાતે કરવામાં આવ્યું હતું.
સભામાં આવક-ખર્ચનો હિસાબ અને વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રમુખ અશોક ટીબડેવાલ દ્વારા વર્ષ 2024-26ની કારોબારીમાં કાર્યકાળ પૂર્ણ થતાં નિવૃત્ત થઈ રહેલા સભ્યોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વર્ષ 2026-28 માટે નવનિર્વાચિત કારોબારી સભ્યોનું સ્વાગત અને અભિનંદન કરવામાં આવ્યું હતું. સભામાં નવી કારોબારીની રચના કરવામાં આવી હતી, જેમાં સુભાષ અગ્રવાલને પ્રમુખ, ગિરીશ મિત્તલને ઉપપ્રમુખ, રતનલાલ દારૂકાને મંત્રી, નરેશ કુમાર ગુપ્તાને ખજાનચી, રામનિવાસ ગુપ્તાને સહમંત્રી અને સુરેશ અગ્રવાલને સહખજાનચી બનાવવામાં આવ્યા હતા.
સભામાં ઉપસ્થિત સભ્યોએ નિવૃત્ત થઈ રહેલી કારોબારીના કાર્યોની પ્રશંસા કરી અને નવનિર્વાચિત કારોબારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button