અદાણી પાવરના ૩૨૦૦ મેગાવોટ ક્ષમતાના આસામ પ્રકલ્પનો મુખ્ય મંત્રી હિમંતા બિસ્વ શર્માના હસ્તે શિલાન્યાસ

અદાણી પાવરના ૩૨૦૦ મેગાવોટ ક્ષમતાના આસામ પ્રકલ્પનો મુખ્ય મંત્રી હિમંતા બિસ્વ શર્માના હસ્તે શિલાન્યાસ
ગુવાહાટી/અમદાવાદ, : આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસવા સરમાએ લોઅર આસામના ધુબરી જિલ્લાના ચાપાર ખાતે અદાણી પાવર લિ. (APL) દ્વારા નિર્માણ થનારા ૩,૨૦૦ મેગાવોટ ક્ષમતાના અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ (USTPP)નો આજે શિલાન્યાસ કર્યો હતો.
રુ.૪૮,૦૦૦ કરોડનું રોકાણ ધરાવતા આ પ્રકલ્પના કારણે આસામની વીજ ઉત્પાદન ક્ષમતામાં વધારો થવા સાથે નિર્માણના તબક્કામાં ૨૦,૦૦૦ અને પ્લાન્ટ કાર્યરત થયા બાદ અંદાજે ૫,૦૦૦ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે, શિલાન્યાસ સમારોહમાં આસામ સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, સ્થાનિક સમુદાયના જનપ્રતિનિધિઓ અને અદાણી સમૂહના ડિરેક્ટર શ્રી જીત અદાણી ઉપસ્થિત રહ્યા હતા.
આસામમાં વિવિધ ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા રુ.૬૩,૦૦૦ કરોડના પાવર રોકાણનો ચાપાર પ્લાન્ટ એક ભાગ છે, આ પ્લાન્ટ ડિસેમ્બર ૨૦૩૦થી તબક્કાવાર કામ કરતો થશે. આસામમાં વિવિધ ક્ષેત્રોમાં થઇ રહેલા કુલ રુ. ૮૦,૦૦૦ કરોડથી વધુના પ્રકલ્પો પ્રતિબદ્ધતાના તબક્કામાંથી હવે અમલીકરણના તબક્કામાં પ્રયાણના માર્ગે છે તેના પરિણામરુપે આગામી ત્રણથી ચાર વર્ષમાં સમગ્ર આસામમાં રોજગારીની તકો, માળખાગત સુવિધાઓ અને નવી આર્થિક તકોનું સર્જન થશે. ઉપરાંત આ થર્મલ પાવર પ્રકલ્પથી સ્થાનિક કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સ, ટ્રાન્સપોર્ટ ઓપરેટરો સહિતના ક્ષેત્રોમાં આનુષાંગિક સેવાઓ પૂરી પાડનારાઓ માટે પણ નવી તકોની દીશા ખોલશે, આ કારણે તેઓ આસામમાં અદાણી સમૂહની વિસ્તરતી વેન્ડર ઇકોસિસ્ટમનો હિસ્સો બની રાજ્યની વિકાસ કૂચમાં શામેલ થઇ શકશે.
આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે “આસામનું આ ક્ષેત્ર ઊર્જા હબ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે અને અનેક મોટા ઊર્જા પ્રકલ્પોનના નિર્માણના કામો પાઇપલાઇનમાં છે. ૩૨૦૦ મેગાવોટ ક્ષમતાનો ‘ચાપર’ પ્રકલ્પ ‘એડવાન્ટેજ આસામ રોકાણ શિખર ૨.૦’ દ્વારા સ્થપાયેલા વિશ્વાસની ગૌરવપૂર્ણ ફળશ્રુતિ છે એમ જણાવી તેમણે કહ્યું હતું કે લગભગ રુ.૪૮,૦૦૦ કરોડના રોકાણ સાથેનો આ પ્રકલ્પ આસામમાં એક જ ક્ષેત્રમાં કરવામાં આવેલા સૌથી મોટા એકલ રોકાણોમાંનો એક બની રહેશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રોજગારીની વિશાળ તકોના નિર્માણ ઉપરાંત રાજ્યની આર્થિક ગતીવિધીઓમાં વધારો અને SGSTની આવકમાં વૃધ્ધિથી પણ લાભ મળવા સાથે સ્થાનિક ઉદ્યોગો અને સાહસોને ઉભરતી ઇકોસિસ્ટમમાં ભાગ લેવાની તકો મળશે.
આજે આસામ માટે એક મહત્વપૂર્ણ નવા અધ્યાયનો આરંભ થવાનો ઉલ્લેખ કરી અદાણી સમૂહના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ કહ્યું હતું કે રુ.૪૮,૦૦૦ કરોડના રોકાણથી નિર્માણ થનારા અદાણી પાવરના ૩,૨૦૦ મેગાવોટની ક્ષમતાના થર્મલ પાવર પ્રકલ્પથી ઘરો, વ્યવસાયો અને ઉદ્યોગોને આધાર આપવા માટે વિશ્વસનીય અને સસ્તી વીજળી ઉપલબ્ધ થશે. વિકાસ ઝંખતા આસામમાં રોકાણ અને રાજ્યના આર્થિક વિકાસનો હિસ્સો બનવાનું ગૌરવ વ્યક્ત કરતા જીત અદાણીએ કહ્યું હતું કે આસામમાં રોજગારીનું સર્જન તેમજ સ્થાનિક કોન્ટ્રાક્ટરો, સપ્લાયર્સ અને વ્યવસાયો માટે તકો ખોલનારો આ એક બહુલક્ષી પ્રકલ્પ બની રહેશે. તેમણે આસામના વિશિષ્ટ ભૌગોલિક સ્થાનનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે આ રાજ્યની ક્ષમતા ભારત માટે “બેટરી” બનાવી શકવા સાથે તેના ભાવિ વિકાસને ઊર્જા પૂરી પાડી શકે છે.
અલ્ટ્રા-સુપરક્રિટિકલ ટેક્નોલોજીના ઉપયોગ સાથેના ચાપર પ્લાન્ટમાં ૮૦૦ મેગાવોટના ચાર એકમો હશે જેમાં ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતી સિસ્ટમ્સ અને આધુનિક પર્યાવરણીય સુરક્ષા વ્યવસ્થાઓ શામેલ છે.
ચાપર પ્લાન્ટ માટે લગભગ રુ.૪૮,૦૦૦ કરોડ અને અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) દ્વારા ૨,૭૦૦ મેગાવોટની સંયુક્ત ક્ષમતા ધરાવતા બે પમ્પડ સ્ટોરેજ પ્લાન્ટ્સમાં અંદાજે રુ.૧૫,૦૦૦ કરોડ મળી કુલ રુ.૬૩,૦૦૦ કરોડનું પાવર ક્ષેત્રે રોકાણ થશે. વધુમાં રાજ્યના વીજ વિતરણ માળખાના આધુનિકીકરણમાં મદદરૂપ થઈ રહ્યા .
રાજ્યના વીજ વિતરણ માળખાના આધુનિકીકરણમાં મદદરૂપ થઈ રહેલો સ્માર્ટ મીટરિંગ પ્રકલ્પ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) આગળ વધારી રહી છે.
વધુમાં એવિએશન અને સિમેન્ટ ક્ષેત્રે પણ અદાણી સમૂહ આસામમાં નોંધપાત્ર રોકાણ કરવાની વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતામાં શામેલ ગુવાહાટી સ્થિત લોકપ્રિય ગોપીનાથ બારદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-2 ગત ૨૨મી ફેબ્રુઆરીએ કાર્યરત થયું છે તેના કારણે રાજ્યની કનેક્ટિવિટી તથા રાજ્યમાં ઔદ્યોગિક વિકાસની રફતારને મજબૂતી મળી છે.
અદાણી સમૂહની સામાજિક-આર્થિક અને વિકાસલક્ષી જવાબદારીઓ અદા કરતી મહત્વની પાંખ ‘અદાણી ફાઉન્ડેશન’ દ્વારા અપર આસામના શિવસાગર અને ધેમાજી જિલ્લાઓમાં પૂરથી પ્રભાવિત ૮,૦૦૦થી વધુ પરિવારોને ખોરાક, દવાઓ તેમજ સ્વચ્છતા અને આરોગ્ય જાળવણી માટેની સામગ્રી પૂરી પાડવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશન આસામના પાટનગર ગુવાહાટીની આસપાસના કામરૂપ ગ્રામીણ જિલ્લાના ૧૯ ગામોમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકા, સામુદાયિક માળખાગત સુવિધાઓ અને આબોહવા પરિવર્તન સંબંધી કામગીરી કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૨૫માં, ૩,૨૦૦ મેગાવોટ ક્ષમતાનો પાવર પ્લાન્ટ સ્થાપવા માટેની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં APL સફળ બિડર તરીકે ઉભરી આવ્યા બાદ નવેમ્બર ૨૦૨૫માં તેને આસામ પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપની લિ. (APDCL) તરફથી કામકાજની સોંપણીનો પત્ર ‘લેટર ઓફ એવોર્ડ’ મળ્યો હતો.



