આરોગ્ય
અંગદાન જાગૃત્તિના અનોખા સંદેશ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં દહીં હાંડી ઉત્સવ યોજાયો
સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ ક્વાર્ટર્સ અને ક્લેરિકલ વિભાગના કર્મચારીઓ અને પરિવારજનો દ્વારા અંગદાન જાગૃત્તિના અનોખા સંદેશ સાથે દહીં હાંડી ઉત્સવ યોજાયો હતો. જેમાં નવી સિવિલના આરોગ્યકર્મીઓ, સ્ટાફગણે ઉત્સાહભેર ભાગ લઈને ‘અંગદાન.. મહાદાન’ના બેનરો સાથે ‘કૃષ્ણકનૈયા લાલ કી જય’ના નાદ સાથે અંગદાન જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો.
અંગદાન જનજાગૃત્તિ અભિયાન અંતર્ગત નર્સિંગ એસો.ના સંજય પરમારે દહીં હાંડીનું આયોજન કર્યું હતું, જેમાં મજૂરા મિત્રમંડળના દિવ્યેશ પટેલ, ફાર્મેકોલોજી વિભાગના ડો.પ્રદીપસિંહ સોઢા, સમાજસેવક દીક્ષિત ત્રિવેદી, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા સહિત નર્સિંગ સ્ટાફ, આરોગ્યકર્મીઓ, સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.