લોક સમસ્યા

નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ

સુરત:શુક્રવાર: નિવાસી અધિક કલેકટરશ્રી વાય.બી.ઝાલાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં ચાઈલ્ડ લેબર ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં જુન માસ દરમિયાન બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. બાળમજુરી નાબુદી માટે વધુમાં વધુ જાગૃતિ આવે તેવા આશયથી બાળકાયદાઓને લગતા પોસ્ટરો, બેનરોને ટેક્ષટાઈલ માર્કેટ્સ, જરી ઉદ્યોગોના વિસ્તારો, ખાણીપીણીની લારીઓ તેમજ અન્ય જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવે તે અંગે શ્રી ઝાલાએ જરૂરી સુચનો કર્યા હતા.

બેઠકમાં અધિક કલેકટરશ્રીએ બાળમજૂરીમાંથી રેસ્કયુ કરવામાં આવેલા બાળશ્રમિકોનું પુન:વસન થાય તેમજ બાળમજુરી અંગે વધુમાં વધુ જાગૃતિ કેળવાય તે માટે સૌને સાથે મળી કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. બાળશ્રમિકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે બાળમજૂરી કરાવતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવો મત વ્યક્ત કર્યો હતો.

બેઠકમાં ઇ.મદદનીશ શ્રમ આયુક્ત સ્મિત શાહે વિગતો આપતા જણાવ્યું કે, સપ્ટેમ્બર મહિનામાં ટાસ્કફોર્સ દ્વારા હોટલ, ચાની લારી, રેસ્ટોરન્ટમાં કુલ ૩ રેડ કરવામાં આવી હતી, જેમાં ૧ બાળશ્રમિકો અને ૩ તરુણ શ્રમિકોને મુક્ત કર્યા હતા. મુકત કરવામાં આવેલા બાળકો મૂળ પટના (બિહાર)ના છે. બાળશ્રમિકોને રેસ્ક્યુ કરી તેમના પુન:વસનની કામગીરી કરાઇ હતી. જેમાં ૧ માલિક સામે એફઆઇઆર કરવામાં આવી છે, અને ૨ કોર્ટ કેસ કર્યા હોવાની વિગતો ઈ.શ્રમ આયુકત અધિકારીએ આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button