પડેલા વીજપોલ અને વાયરને તાત્કાલિક ખસેડવા આદેશ આપ્યા
પાલિકાના ફાયરમેન અને સંબંધિત અધિકારીઓને ત્વરિત નિવારણ તેમજ લાઈટ વ્યવસ્થા માટે રાત્રી દરમ્યાન પણ કામગીરી કરવા સૂચના આપતા જનતાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
– એક પરિવારની ભાવના થી જનપ્રતિનિધિના નાતે જનકલ્યાણ અને જનસેવા માટે સદાય તત્પર અને કાર્યશીલ રહેતા માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના કામરેજ વિધાનસભામાં સમાવિષ્ટ પુણા વિસ્તારમાં આવેલ માતૃશક્તિ સોસાયટીમાં હાઈટેન્શનની લાઈન અકસ્માતે એક વીજપોલ પડી ગયાની જાણ થતાં, સ્થળ પર રૂબરૂ જઈ વીજપોલ અને વાયરને તાત્કાલિક ધોરણે ખસેડવા તેમજ લાઇટની વ્યવસ્થા માટે રાત્રી દરમ્યાન કામગીરી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી.
આ દુર્ઘટના સમયે ઇજાગ્રસ્ત થયેલ દીકરી ક્રિષાની હોસ્પિટલમાં ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ પ્રત્યક્ષ ખબરઅંતર પૂછી સંવેદના વ્યક્ત કરી તેમજ હોસ્પિટલમાં દીકરીને ઓપરેશન કરવા માટે શ્રેષ્ઠ અને ઝડપી સારવાર મળી રહેશે એવી ખાતરી આપી.