સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અમદાવાદ કેન્દ્ર દ્વારા ટાઉન હોલ સભાનું આયોજન કરાયુ

- સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા અમદાવાદ કેન્દ્ર દ્વારા ટાઉન હોલ સભાનું આયોજન કરાયુ
સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા, અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે (05-12-2023)બપોરે ૦૨:૩૦ થી ૦૫:૦૦ સુધી જે બી ઓડિટોરિયમ, એએમએ બિલ્ડિંગ ખાતે ટાઉન હોલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં લગભગ ૧૫૦ ગ્રાહકની હાજરી હતી, જેમણે તેમના બૅન્કિંગ અનુભવ અંગે તેમનાં પ્રતીભાવો/સૂચનો આપ્યા હતા. ડીજીએમ (બી & ઓ) શ્રી મિથિલેશ કુમાર અને ડીજીએમ (ચૈનલ પ્રબંધન અને ગ્રાહક સેવા) શ્રી સલીમ અહમદ તરફથી ગ્રાહકો પ્રશ્નોના જવાબ આપવામા આવ્યા અને ગ્રાહકોને એસબીઆઇ તરફથી શ્રેષ્ઠ સેવાની ખાતરી આપી હતી.
સભામાં ઉપસ્થિત ગ્રાહકોને ડિજિટલ પ્લૅટફૉર્મ અને તેનાથી થતાં જોખમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. ગ્રાહકોને ભેટ આપી આવકારવામાં આવ્યા હતાં અને સભા સમાપન બાદ ચા-નાસ્તો સાથે કરવામાં આવ્યો હતો.
આવેલ ગ્રાહકો આ પ્રકારના આવકારથી ખુશ થયા અને તેમને વારંવાર આ પ્રકારનું આયોજન કરવા કહેલ.