વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરતા ઓલપાડ તાલુકાના કરંજ, નેશ અને જીણોદ ગામના ગ્રામવાસીઓ:

સુરતઃમંગળવાર: કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના કરંજ, નેશ અને જીણોદ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાઇ વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
જેમાં ગામના અંગ્રણીઓ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પ્રધાનમંત્રી આવાસ યોજના, ગંગા સહાય યોજના, ઉજ્જવાલા યોજના, પી.એમ કિસાન સન્માન નિધી, વય વંદના યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના કરંજ ખાતે ૧૧ લાભાર્થીઓ, નેશ ખાતે ૦૩ અને જીણોદ ખાતે ૦૮ લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી. અને મિશન મંગલમ,પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ગંગા સહાય યોજના, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય કરિશ્માબેન રાઠોડ, મદદનીશ ખેતી નિયામકશ્રી અજયભાઇ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઇ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી સાયરાબેન મલેક, સિવિલ ઇજનેરશ્રી (એસ.ડિ.એમ શાખા) અપેલાબેન તમાકુવાલા, તાલુકા પંચાયત ઓલપાડના દંડક કિશોરભાઇ રાઠોડ, કરંજ ગ્રુપ ગ્રામપંચાયતના સરપંચ રાગિણીબેન પટેલ, પારડી ઝાંખરીના સરપંચ જયેશભાઇ ભાણાભાઇ પટેલ, કરંજના ડેપ્યુટી સરપંચ ગ્રામપંચાયત રસિકભાઇ પટેલ, THO ડૉ ચીરાગ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નગીનભાઇ પટેલ, પ્રા.આ.કે- કરંજ, તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, ICDSના મુખ્ય સેવિકા, આંગણવાડી કાયૅકર,આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.