એમેઝોન પે દ્વારા શ્રવણ અને વાણી વિકાર ધરાવતા ગ્રાહકો માટે સાંકેતિક ભાષાની વિડિયો કેવાયસી સેવા રજૂ કરાઈ
સમાવેશકતા માટે પ્રયાસના ભાગરૂપે એમેઝોન પે દ્વારા તાજેતરમાં શ્રવણ અને વાણી વિકાર ધરાવતા ગ્રાહકો માટે વિડિયો સાંકેતિક ભાષા નો યોર કસ્ટમર (કેવાયસી) સેવા રજૂ કરવામાં આવી છે, જેમાં સાંકેતિક ભાષા થકી સંદેશવ્યવહાર સંકળાયેલો છે. ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ ક્ષેત્રમાં આ નવી પહેલ છે. કંપનીએ રજૂ કરેલી આ પહેલમાં એમેઝોન પેના કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે સાંકેતિક ભાષામાં બે-માર્ગી વિડિયો સંદેશવ્યવહાર સંકળાયેલો છે. તેનું લક્ષ્ય સાંકેતિક ભાષા પર આધાર રાખનાર માટે કેવાયસી પ્રક્રિયા આસાન બનાવવાનું અને ડિજિટલ પેમેન્ટ્સને સમાવેશક બનાવવાનું છે.
આ નવી પહેલ ડિજિટલ ભારત પ્રત્યે એમેઝોનની કટિબદ્ધતાની રેખામાં છે, જે ડિજિટલ રીતે સશક્ત ભારત માટે વ્યાપક ધ્યેયની રેખામાં તેની સેવાઓ સમાવેશક અને બધા માટે પહોંચક્ષમ બનાવવાની ખાતરી રાખે છે.
આ સેવા વિશે બોલતાં આઈએન પેમેન્ટ્સના પેમેન્ટ્સ અને ફાઈનાન્શિયલ સર્વિસીસના ડાયરેક્ટર વિકાસ બંસલે જણાવ્યું હતું કે, ‘’અમારી સાંકેતિક ભાષાની વિડિયો કેવાયસી સેવા ગ્રાહકો પ્રત્યે એકાગ્રતા અને નાણાકીય સમાવેશકતા પર કેન્દ્રિત એમેઝોન પેના લક્ષ્યનો સ્વાભાવિક વિસ્તાર છે. અમારી અવરોધમુક્ત સેવાની ક્ષિતિજમાં અમલ કરાઈ છે તે આ સેવા સાથે અમે અમારા વિકલાંગતા સાથેના ગ્રાહકોને વિડિયો કેવાયીસનો સહજ અને સુરક્ષિત રીતે લાભ આપી શકીશું. આ સેવા તેમને રોજબરોજના પેમેન્ટની જરૂરતો માટે ડિજિટલ વોલેટના બહેતર લાભો આપશે. અમે અમારી પ્રોડક્ટો સમાવેશક હોય અને અમારી સેવાઓ, અનુભવો અને કાર્યશીલતા દરેકને તેમની ક્ષમતા ગમે તે હોવા છતાં ઉપલબ્ધ કરવાની ખાતરી રાખવા માગીએ છીએ.’’
એમેઝોન પેએ 120થી વધુ કર્મચારીઓને ભારતીય સાંકેતિક ભાષામાં તાલીમ આપી છે, જે ભારતભરમાં ગ્રાહકોને વિડિયો આધારિત કેવાયસી સેવાઓ પૂરી પાડે છે. ઈન્ટરએક્ટિવ ટ્રેનિંગ મોડ્યુલ શ્રવણ અને વાણી વિકારના ગ્રાહકો સાથે અસરકારક રીતે સંદેશવ્યવહાર કરવાની ક્ષમતાથી કર્મચારીઓને સુસજ્જ કરવા પર કેન્દ્રિત છે, જે ઈન-હાઉસ ટીમ દ્વારા વિકસાવવામાં આવી છે.