મહુવા ખાતે વન અને પર્યાવરણ રાજયમંત્રીના હસ્તે જિલ્લામાં અંદાજે રૂા.૩૬.૯૭ કરોડના ખર્ચે ૨૩ જેટલા નહેરના આધુનિકરણના કામોનું ખાતમુહૂર્ત થશે

સુરતઃશુક્રવારઃ- નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા આવતીકાલ તા.૩૦/૧૨/૨૦૨૩ના રોજ બપોરે ૧.૦૦ વાગે મહુવા તાલુકાની દિવાળી બા કોલેજ ગ્રાઉન્ડ ખાતે ઉકાઈ-કાકરાપાર યોજના હેઠળ અંદાજિત રૂા.૩૬.૯૭ કરોડના ખર્ચે સુરત જિલ્લામાં ઓલપાડ, કામરેજ, બારડોલી, મહુવા, પલસાણા, ચોર્યાસી, માંડવી અને માંગરોળ તાલુકામાં ૨૩ જેટલા નહેર આધુનિકરણના કામોનું વન અને પર્યવારણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સંપન્ન થશે. આ સમારોહમાં સાંસદશ્રીઓ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખો હાજર રહેશે.
આ કામો હેઠળ કેનાલના ઈમ્પ્રવમેન્ટ ઓફ એકઝીસ્ટીંગ ઈન્ફાસ્ટ્રકચર વકર્સના કામો થવાથી પાણીનું લીકેજ, સીપેજ અટકશે. છેવાડાના વિસ્તાર સુધીમાં પુરતા પ્રમાણમાં ખેડુતોને સમયસર સિંચાઈનું પાણી મળી રહેશે અને પાણીની બચત થશે. અંદાજે જિલ્લાની ૧૭૭૦૦ હેકટર વિસ્તારને સિંચાઈને વધુ સારી સગવડો મળી રહેશે.