ગુજરાત
સિધ્ધપુર તાલુકાના ધનપુરા ગામે કોમ્યુનિટી હોલ બનશે

સિધ્ધપુર તાલુકાના ધનપુરા ગામે કોમ્યુનિટી હોલ બનશે
સિધ્ધપુર તાલુકાના ધનપુરા ગામ ખાતે કોમ્યુનિટી હોલ બનાવવા માટે આગેવાનો અને ગ્રામજનો ની ઉપસ્થિતિમાં માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના શુભ હસ્તે રૂપિયા દસ લાખનો ચેક અર્પણ કરતાં જણાવ્યું હતું કે, ગામની એકતાથી વિકાસ કામો થાય છે ધનપુરા ગામે કોમ્યુનિટી હોલ થવાથી તમામ સમાજને નાની મોટી સુવિધાઓ ઉપલબ્ધ થશે
આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જસુભાઈ પટેલ, બાંધકામ સમિતિના ચેરમેન મહિપતસિંહ રાજપુત, સર્વે સરપંચ – હસનઅલી મુખી, જીવનજી ઠાકોર, વાઘુભાઈ દેસાઈ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ડિરેક્ટર જકસિજી ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, દિલીપસિંહ રાજપૂત કાનજીભાઈ દેસાઈ પચકવાડા, ડાયાભાઈ દેસાઈ કુંવારા, કાર્યક્રમના સંચાલક – દશરથસિંહ રાજપુત, અને મોટી સંખ્યામાં ધનપુરા – વીડના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..