ક્રાઇમ

Youth Nation: યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીએ સે નો ટુ ડ્રગના સંદેશા સાથે અઢી કિમી લાંબા કાર્નિવલનું આયોજન

એક મોટા અને દસ નાના સ્ટેજ પર શહેરના વિવિધ બહુપ્રતિભાશાલી કલાકારો આપશે પરફોર્મન્સ આપશે

સુરત: સમાજ અને ખાસ કરીને યુવાધનને ડ્રગના વ્યસનથી દૂર રાખવા માટે કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા 26મી જાન્યુઆરીના રોજ અઢી કિમી લાંબા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન થકી ફરી એક વખત સમાજ અને યુવાઓને સે નો ટુ ડ્રગનો સંદેશ આપી જાગૃત કરવાનો પ્રયાસ કરાશે. આ પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્નિવલમાં જોડાશે.

આ અંગે માહિતી આપતા યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે ડ્રગ ના વ્યસનથી યુવાધનને બચાવવાના લક્ષ્ય સાથે તેઓ છેલ્લા દસ વર્ષથી કાર્ય કરી રહ્યા છે. દર વર્ષે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જ સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પહેલા સતત પાંચ વર્ષ સુધી રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદના બે વર્ષ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું અને હવે સતત ત્રીજા વર્ષે કાર્નિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

26મી જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ઉધના મગદલ્લા રોડ પર પ્રાઈમ શોપર્સ થી અઢી કિમી સુધીની જગ્યામાં કાર્નિવલ યોજાશે. જેમાં એક મોટા અને દસ નાના સ્ટેજ હશે, જેમના પર સુરતના નામી કલાકારો પરફોર્મન્સ આપશે. સાથ જ ફૂડ સ્ટોલ, રમત ગમત અને ભરપૂર મનોરંજન હશે. એટલે કે મોજ મસ્તી સાથે જ લોકો સે નો ટુ ડ્રગ નો સંદેશ લઈને જશે. સાથે જ કાર્નિવલમાં ગુજરાત સ્ટેટ પોલીસ અને સુરત પોલીસના બેન્ડ તેમજ ઉડાન બેન્ડ પર પરફોર્મન્સ આપશે. આ પ્રસંગે ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહશે. આ ઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર સહિત અનેક નામાંકિત અને સન્માનનીય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહશે.

આ સમગ્ર આયોજન માટે મેજિક હેર કેર ના સંચાલક BRIJESH BHAI અને સ્ટીમ હાઉસના સંચાલક વિશાલભાઈ બુધિયા, રઘુવીર બિલ્ડર, ટ્રાયોમ બિલ્ડર, પી.પી. સવાણી યુનિવર્સિટી, કોકો આઇએ સહયોગ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button