દેશ
૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત જિલ્લાના એસઆરપીએફ ગ્રુપ વાવ ખાતે કરાશે
સુરત:મંગળવાર: સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ એસ.આર.પી.એફ ગ્રુપ ગ્રાઉન્ડ ખાતે ૭૫માં પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરીની ઉજવણી થનાર છે, જેને અનુલક્ષીને નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી દ્વારા વાવ ગ્રાઉન્ડ ખાતે આયોજન અંગે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક કાર્યક્રમ પ્રસંગે વિવિધ મહાનુભાવોના હસ્તે ખાતમુહુર્ત/લોકાર્પણ, કર્મયોગીઓનું સન્માન, સાંસ્કૂતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ, ટેબ્લો પરેડમાં વિવિધ વિભાગોને ટેબ્લો દ્વારા યોજનાકીય માહિતી આપવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન કર્યા હતા.