અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા લખીગામ પ્રિમીયર લીગ (LPL)નું આયોજન
અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા લખીગામ પ્રિમીયર લીગ (LPL)નું આયોજન
દહેજ, ભરુચ તા.: વાગરા તાલુકાના લખીગામ ખાતે છેલ્લા નવ વર્ષથી લખીગામ પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેંટનું આયોજન અદાણી ફાઉન્ડેશન, દહેજ, લખીગામ ગ્રામ પંચાયત અને લખીગામના યુવાનો ભેગા મળીને કરે છે. આ વર્ષની ટુર્નામેંટનો પ્રારંભ લખીગામ ખાતે ગામના સરપંચ. આગેવાનોની સાથે અદાણી દહેજ પોર્ટના અધિકારીઓની હાજરીમાં થયું છે.
આ વર્ષની ટુર્નામેંટમાં લખીગામના વિવિધ ફળીયાની લગભગ ૩૭ જેટલી ટીમના ૪૫૦થી વધુ ક્રિકેટ ખેલાડીઓ ભાગ લેશે. અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રોનેટ (દહેજ) પોર્ટ લી. અને લખીગામ ગ્રામ પંચાયતના સહયોગથી લખીગામ યુવક મંડળ દ્વારા લખીગામમાં ક્રિકેટ ટુર્નામેંટનુ આયોજ્ન કરવામાં આવ્યુ છે. ગામના યુવાનોમાં એકતાની ભાવના આવે, સારા ખેલાડીને તક મળે અને ગામ અને કંપની વચ્ચેના પરસ્પરના સંબંધ અને સંવાદ વધુ ગાઢ બને એ ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવે છે.
અદાણી ફાઉન્ડેશન આયોજિત લખીગામ પ્રીમિયર લીગની શરૂઆત સરપંચ અમરસંગભાઈ રાઠોડ, ઉપસરપંચ સતીષભાઈ ગોહિલ, દહેજ અદાણી પોર્ટના મરીન હેડ પંકજ સિંહ, એંજીન્યરિંગ હેડ એચ સી હિરેમઠ, ગામના આગેવાનો, અદાણી ફાઉન્ડેશનની ટીમ, વડીલો, પંચાયતના સભ્યો અને અદાણી દહેજ પોર્ટના અધિકારીઓની સાથે ઉત્સાહી યુવાનોની હાજરીમાં ક્રિકેટ ટુર્નામેંટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેંટ આગામી એક મહિનો સુધી ચાલશે.