સ્પોર્ટ્સ
ધવન થયો ઈજાગ્રસ્ત

- ધવન થયો ઈજાગ્રસ્ત
- ધવનને ખભાની ઈજા, ‘ઓછામાં ઓછા સાત’ દિવસ માટે બહાર
શિખર ધવનને ખભામાં ઈજા થઈ છે, પંજાબ કિંગ્સના કોચ સંજય બાંગરે આ વાતની પુષ્ટિ કરી છે, અને સંભવતઃ એક અઠવાડિયા સુધી તે એક્શનથી દૂર રહી શકે છે, તો ટીમના નિયુક્ત કેપ્ટન ધવન, મુંબઈ ઈન્ડિયન્સ (18 એપ્રિલ) અને ગુજરાત ટાઇટન્સ (21 એપ્રિલ) સામેની મુલ્લાનપુરમા રમાનારી આઈપીએલ 2024 ની 2 મેચો ગુમાવી શકે છે. મુલ્લાનપુરમાં રાજસ્થાન રોયલ્સ સામેની લો-સ્કોરિંગ રમતમાં કિંગ્સનો છેલ્લી ઓવરમાં પરાજય પછી એક પત્રકાર પરિષદમાં બોલતા બાંગરે કહ્યું હતું કે ધવનને “ઓછામાં ઓછા સાત-દસ દિવસ” ઈજામાથી બહાર આવવામા લાગશે.