બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીને વંદન

બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરજીને વંદન
મહાન સ્વતંત્રતા સેનાની, બંધારણના ઘડવૈયા, સામાજિક ન્યાયના પ્રણેતા, ભારત રત્ન ડૉ. ભીમરાવ (બાબા સાહેબ) આંબેડકરજી ને જન્મજયંતી નિમિત્તે સિદ્ધપુર સ્થિત પ્રતિમાને માન. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા.
તેઓએ જણાવ્યું કે,બંધારણ અને આધુનિક ભારતના નિર્માણમાં બાબા સાહેબની મોટી ભુમિકા રહેલી છે. સમાજના પછાત વર્ગોને મુખ્યધારામાં લાવવા માટે બાબા સાહેબ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો દરેક પેઢી માટે પ્રેરણાસ્વરૂપ છે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ અને મહામંત્રીઓ, તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ નગરપાલિકાના સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, સમાજના આગેવાનો, સિનિયર આગેવાનો, યુવા કાર્યકરો, અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.