અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ગુજરાતનું પ્રથમ જીનોમિક્સ ઇન્સ્ટિટયૂટ શરૂ થયું

અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ગુજરાતનું પ્રથમ જીનોમિક્સ ઇન્સ્ટિટયૂટ શરૂ થયું
દરેક વ્યક્તિને વારસામાં તેના માતા પિતા સહિત લોહીનો સંબંધ ધરાવતા કુટુંબીઓના જીન્સ મળે છે, તેમાં સારા જીન્સ પણ હોય છે અને ખરાબ જેન્સ પણ હોય છે, આવા જીન્સને પારખીને જે વ્યક્તિને રોગ થયો હોય તેની યોગ્ય દિશામાં સારવાર કરી શકાય છે અને તેના સગા ભાઈ બહેનને અગાઉથી એ જીન્સ મુજબ ટ્રીટમેન્ટ આપીને તેમને રોગ થતો અટકાવી શકાય છે. આવી જિનેટિક તપાસ માટે અમદાવાદની એપોલો હોસ્પિટલમાં ગુજરાતનું સર્વપ્રથમ જીનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા એપોલો હોસ્પિટલના ગ્રુપ મેડિકલ ડાયરેક્ટર ડો. અનુપમ સિબલ, કન્સલ્ટન્ટ મેડિકલ જીનેટીસીસ્ટ ડો.અંબિકા ગુપ્તા તથા જીનેટીક કાઉન્સેલર ડો.રીનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 22000 જીન્સ શોધાયા છે અને સાતથી આઠ હજાર જીન્સ કયા રોગ માટે છે તે જાણી શકાયું છે વારસામાં ઉતરેલા જીન્સના કારણે મોઢાનું, બ્રેસ્ટનું, ગર્ભાશયનું કેન્સર, સ્વાદુપિંડ, હૃદય રોગ, પાર્કિંગશન કિડની, બ્રેન એટેક વગેરે બીમારીઓ થઈ શકે છે.