રૂપાલાના વિરોધનો ફણગોઃ મહેસાણામાં ક્ષત્રિય સમાજના દોઢસોથી વધ લોકો કોંગ્રેસમાં જોડાયા

રૂપાલાના વિરોધનો ફણગોઃ મહેસાણામાં ક્ષત્રિય સમાજના દોઢસોથી વધ લોકો કોંગ્રેસમાં જોડાયા
છેલ્લા કેટલાય દિવસથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને લઈને વિરોધ કરવામા આવી રહ્યો છે. રુપાલાને લઈને ભાજપ મક્કમ છે તો સામે ક્ષત્રિય સમાજ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યો છે. હવે ક્ષત્રિય સમાજે ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. ત્યારે આજે મહેસાણામાં ક્ષત્રિય સમાજના 150 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા છે. અને કોંગ્રેસ સાથે મળીને ભાજપને જડબાતોડ જવાબ આપવાનો હુંકાર કર્યો છે.
મહેસાણામાં રૂપાલા વિરોધના પડઘા પડયા છે. મહેસાણાના કટોસણ(રામપુરા)ના ક્ષત્રિય સમાજના 150 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા છે. પરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય
સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો ઠરાવ કરાયો છે. જે બાદ ક્ષત્રિય સમાજના લોકો ભાજપને જડબાતોડ જવાબ આપવા માટે કોંગ્રેસમાં જોડાયા છે. મહેસાણા લોકસભાના કોંગ્રેસના
ઉમેદવાર રામજી ઠાકોરે આ ક્ષત્રિય યુવાનોને ખેસ પહેરાવી આવકાર્યા હતા. કોંગ્રેસમાં જોડાયા બાદ ક્ષત્રિય સમાજના યુવાનોએ જોટાણા તાલુકામાં કોંગ્રેસનો પ્રચાર પણ શરૂ કર્યો છે.
આ મામલે કોંગ્રેસમાં જોડાયેલા તેજાજી ઠાકોરના જણાવ્યા પ્રમાણે, ઠાકોર સમાજ, દરબાર સમાજ અને અન્ય સમાજ ભેગા મળીને ક્ષત્રિય સમાજની લાગણીને જે ઠેસ પહોંચાડમા આવી છે તેને લઈને એક ઠરાવ પ્રસાર કરવામાં આવ્યો. બધાએ ભેગા મળીને નક્કી કર્યુ છે કે, ભાજપે અમારી માંગણી ન સ્વીકારી એટલે અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. આજે અમે 200 થી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપ જોડે અમારી એક જ માંગણી હતી કે, રુપાલાએ જે વાણી વિલાસ કર્યો છે તેના કારણે તેમને બદલવામા આવે. પરંતુ ભાજપે અમારી માંગણી સ્વીકારી નહીં અને એમને તેમની મનમાની કરી એક અહંકાર ભરી વૃતી તેમણે રાખી કે, અમે કરીશુ તે જ થાશે, ત્યારે અમે પણ તેમને વોટ દ્વારા તેમને જડબાતોડ જવાબ આપીશું.
રૂપાલાના મુદ્દે ભાજપ સાથે હિસાબ ચૂકતે કરવા કોંગ્રેસને સમર્થન આપવા ક્ષત્રિયોનોનિર્ણય