ગુજરાત

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડલાનાં લાખો ટેટા એ પક્ષીનો પોષ્ટિક ખોરાક

ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડલાનાં લાખો ટેટા એ પક્ષીનો પોષ્ટિક ખોરાક

ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં અજોડ છે. આપણે માનીએ છીએ કે જીવજંતુ, તંતુ, વૃક્ષ વિગેરેમાં પરમાત્માનો વાસ છે. તેની રક્ષા અને નૈસર્ગિક સંતુલન બનાવી રાખવા માટે પશુપક્ષીઓને ઈશ્વરના વાહન તરીકે સ્થાન આપીને તેની રક્ષા કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વૃક્ષોને પણ ભારતીય સંસ્કૃતિમાં અનેરું સ્થાન આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ વૃક્ષ બચાવ, વૃક્ષ ઉછેર અને વૃક્ષરોપણને મહત્ત્વ આપે છે. વડનું ઝાડ બહુ જ મોટા વિસ્તાર તથા ઘટાદાર હોય છે. તે ઝાડને પૂજ્ય માનેલું છે. વડ સાવિત્રીના વ્રત વખતે કુમારીકાઓ આ ઝાડની પૂજા કરે છે. ગુજરાતમાં નર્મદા નદીના કાંઠે શુકલતર્થ પાસે મોટો જુનો કબીર વડ છે. તેને સાડા ત્રણસો વડવાઇઓ છે. અને આ વડની નીચે પાંચ હજાર માણસો આરામ લઇ શકે છે.

વડનું મહત્વ :

  • વડના ઝાડની ડાળીમાંથી વડવાઇઓ ફુટીને જમીન તરફ વધતી જઈ જમીનમાં મૂળ નાંખે છેજેથી વડ નો વિસ્તાર વધતો જાય છે.
  • વડની વડવાઇનું દાતણ કરવાથી દાંત મજબૂત રહે છેચોખા થાય છે અને સડતા નથી.
  • શારીરિક શક્તિ મેળવવા પતાસામાં વડનું દૂધ એકઠું કરી રોજ તાજુ ખાઇ જવું.
  • ધાતુના વિકારોમાં વડનું દૂધ ઉત્તમ છે.
  • વડનાં પાનનાં પતરાળા બનાવામાં આવે છે.
  • પૌરાણિક ગ્રંથો અનુસાર વડ વૃક્ષ એ દેવ વૃક્ષ છે.
  • દુષ્કાળમાં પણ આ ઝાડ લીલોછમ રહે છેતેથી આ સમયે પ્રાણીઓ માટે તેના પાંદડાઓ અને તેના ફળ પર રહેવાનું સહેલું છે.
  • વડ એ ઓક્સીજનનો કુદરતી બાટલો છે. દિવસ હોય કે રાતવડની નીચે રહેવાથી આપને ભરપૂર ઓકસીજનનું પ્રમાણ મળી રહે છે.
  • જેઓને શ્વાસની તકલીફ હોય કે પછી ઓક્સીજન ઓછું લઈ શકતાં હોય એમણે વડના ઝાડની આસપાસ જરૂર રહેવું જોઈએ.
  • વડના મૂળતેની કોમળ કે રૂક્ષ વડવાઈઓતેના કૂણાં પાન તેમજ તેના થડ અને વડવાઈઓમાંથી ઝરતું ક્ષાર જેવું દૂધવડવાઈછાલશુંગ અને મૂળ   

        એમ દરેક અંગોને દવા તરીકે કામ લઈ શકાય છે.

  • આ ઝાડના પંચગવ્ય એટલે કે ફૂલ,ફળ,પાન,છાલ અને થડ દ્વારા અનેક રોગોનુ નિદાન કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં ઘણા વૃક્ષ એવા છે જેમને પૂજનીય માનવામાં આવે છે.  તેનુ કારણ પણ છે. કારણ કે અનેક ઝાડ છોડ ફુલ અને વૃક્ષોની જડમાં વિવિધ દેવતાઓ અને ગ્રહોનો વાસ માનવામાં આવે છે. અને તેમના દ્વારા જીવનની અનેક પરેશાનીઓ કષ્ટોથી મુક્તિ મેળવી શકાય છે. આવુ જ એક ખાસ ઝાડ છે વડ. તેને વટવૃક્ષ પણ કહે છે.  વડના વૃક્ષને જ્યોતિષ અને તાંત્રિક ગ્રંથો સાથે આયુર્વેદમાં પણ મહત્વનુ સ્થાન પ્રાપ્ત છે. કારણ કે વડનું ઝાડ એ દિર્ઘજીવી વૃક્ષ તરીકે જાણીતું છે. આ ઝાડ ત્રિમૂર્તિનું પ્રતીક છે, તેની છાલમાં ભગવાન શ્રી વિષ્ણુ, મૂળમાં બ્રહ્માજી અને ડાળીઓમાં મહાદેવ શિવનો વસવાટ રહેલો છે તેવું માનવામાં આવે છે. જેમ પીપળના ઝાડનેને વિષ્ણુજીનું પ્રતીક માનવામાં આવે છે, તેવી જ રીતે વડને શિવ માનવામાં આવે છે. તે પ્રકૃતિની રચનાનું એક મહત્વનું પ્રતીક છે, સંતાનની મનોકામના કરતા લોકો તેની પૂજા કરે છે. તે લાંબા સમય સુધી જીવે છે, તેથી તેને “અક્ષયાવત” પણ કહેવામાં આવે છે. તેના વૈજ્ઞાનિક કારણોસર પણ અનેક ઘણું મહત્વ છે. તેનો પડછાયો સીધું આપણાં મન ઉપર અસર કરે છે, અને મનને શાંત રાખે છે. દુષ્કાળમાં પણ આ ઝાડ લીલોછમ રહે છે, તેથી આ સમયે પ્રાણીઓ માટે તેના પાંદડાઓ અને તેના ફળ પર રહેવાનું સહેલું છે. વડ એટલું બધું ઘટાદાર વૃક્ષ છે કે તેનો છાંયડો આજના સમયમાં લોકો અને પ્રાણીઓ માટે આશીર્વાદ રૂપ બની રહે છે. એક માન્યતા અનુસાર વડ સાવિત્રીની પૂજામાં સત્યવાનને જીવનદાન વડના ઝાડની નીચે સૂવડાવ્યા બાદ જ મળ્યું હતું. તેથી. પૃથ્વી ઉપર આ વૃક્ષ છે વરદાન રૂપ છે. આ વૃક્ષ અમરપટો લઈને આવેલ છે. તે નાશવંત વૃક્ષ કહેવાય છે. તેનું વનસ્પતિ નામ ફિકસ બેંગહેલેન્સિસ છે.

ઘેઘુર વડ વરસાદ સારો લાવે છે. સાથેસાથે અનેક પક્ષીઓનું આશ્રયસ્થાન પણ હોય છે. વડનું વૃક્ષ એક એવું વૃક્ષ છે કે જે આપમેળે પૃથ્વીના પેટાળમાં ફેલાઈને બહાર આવી નવું વૃક્ષ પેદા કરતું હોય છે. વટસાવિત્રી વ્રતમાં વડ વૃક્ષનું મહત્વ વિશેષ કરીને તેથી જ છે. વડને સૂતરના તાંતણા વડે રક્ષાસુત્ર બાંધવામાં આવે છે.

રાષ્ટ્રીય વૃક્ષ વડની સંખ્યા વધે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રિય વડ વૃક્ષના ‘નમો વડ વન’  રાજ્યમાં 33 જિલ્લામાં 75 સ્થળોએ ઉભાં કરાયા છે. પ્રત્યેક ‘નમો વડ વન’નું નિર્માણ 75 વડવૃક્ષ વાવેતર દ્વારા પર્યાવરણ શુદ્ધિ–સ્વચ્છ હવા–કુદરતી ઓક્સિજન મેળવવા માટે થયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button