રાજનીતિ
સુરત જિલ્લાના કલેકટર શ્રી ડૉ. સૌરભભાઈ પારધી સ્માર્ટ વિલેજ ઉમ્બેલ ગ્રામ પંચાયતની વિશેષ મુલાકાતે

Surat News: માનનીય રાજ્યકક્ષાના મંત્રી તેમજ કામરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અથાગ પ્રયત્નોથી સરકારમાં રજૂઆતના પગલે જનસુખાકારીના હેતુસર ગુજરાત સરકાર દ્વારા કામરેજમાં ૩૦૦ બેડની નવી સિવિલ હોસ્પિટલ મંજૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આજરોજ, સુરત જિલ્લાના કલેકટર શ્રી ડૉ. સૌરભભાઈ પારધીની વિશેષ ઉપસ્થિતિમાં સ્માર્ટ વિલેજ ઉમ્બેલ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ દર્શનભાઈ પટેલ તેમજ કામરેજ પ્રાંત અધિકારી, મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ટીડીઓ કામરેજ, તલાટી કમ મંત્રી અને ગામના આગેવાનો તથા અન્ય વિભાગના અધિકારીઓએ પ્રાથમિક ધોરણે સ્થળ નિરિક્ષણ કર્યું.
આ કામગીરી નજીકના સમયમાં પ્રજાજનોને સરકારી હોસ્પિટલનો લાભ મળે તે માટે શરૂ કરવામાં આવી હતી.