શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪: ઓલપાડમાં વિદ્યાર્થીઓને મોકલા ભુલકાઓનું આયોજન કર્યું

Surat Allpad News: સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ગુજરાત વહીવટ વિભાગના ઉપસચિવ શ્રીમતિ શિવાંગી ચૌધરીની ઉપસ્થિતિમાં ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ પર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળણવી મહોત્સવના બીજા દિવસે ઓલપાડ તાલુકાની રાંગ પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં ૨ બરબોધન પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૮, ૨૬ બાલવાટિકા અને ધો.૧માં ૪ મળી ૪૦ ભુલકાઓને પ્રવેશ અપાવ્યો હતો. સાથે એસએમટી કે.બી.ટી. પટેલ સર્વોદય વિદ્યાલય ખાતે ધો.૯માં ૧૩૩ અને ધો.૧૧માં ૭૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઊપસચિવશ્રી શિવાંગી ચૌધરીએ જણાવ્યું કે, નવી શિક્ષણ નીતિથી બાળકોનો સર્વાગી વિકાસ થશે. કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ લેનારા બાળકોની સંખ્યામાં પણ વધારો થશે તેમ જણાવી પ્રવેશ મેળવવારા તમામ ભુલકાઓ, વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં ઓલપાડના મામલતદાર લક્ષ્મણભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સરકાર દ્વારા બાળકોને સરળતાથી સમજાય તે પ્રકારનો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.