રક્તપિત નિર્મૂલન અભિયાન: સુરાશામળમાં કેસ નોંધાયો

રક્તપિત નિર્મૂલન અભિયાન: સુરાશામળમાં કેસ નોંધાયો
રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અન્વયે જિલ્લા લેપ્રસી મેડિકલ ઓફિસર વડોદરા એ શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુરાશામળ ગામે રક્તપિત દર્દી નક્કી કરી દવા ચાલુ કરી અને શંકાસ્પદ કેસો તપાસ્યા.
તારીખ 8 ડિસેમ્બર થી 27 ડિસેમ્બર સુધી રાષ્ટ્રીય રક્તપિત નિર્મલન કાર્યક્રમ અન્વયે રક્તપિત દર્દી શોધ અભિયાન ચાલી રહ્યું છે, તે અંતર્ગત ડોક્ટર અનિલ ધાકર મેડિકલ ઓફિસર જિલ્લા લેપ્રસી વડોદરા, દ્વારા તારીખ 11 ડિસેમ્બરના રોજ શિનોર પી.એચ.સી.ના સુરાસામળ ગામે રક્તપિતનો દર્દી મળી આવેલ, તેની દવા ચાલુ કરેલ છે અને અન્ય શંકાસ્પદ દર્દીઓ ચકાસ્યા હતા. તેઓએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે રક્તપિત પૂર્વ જન્મના પાપ કે શાપ નું ફળ નથી, તે વારસાગત નથી કોઈ બાળક રક્તપિત સાથે જન્મતું નથી અન્ય ચેપી રોગની જેમ જંતુથી ફેલાય છે, કોઈપણ વ્યક્તિને થઈ શકે છે, ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર થાય, સ્પર્શ જ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રક્તપિત હોઈ શકે છે. તે સૌથી ઓછો ચેપી રોગ છે. કોઈપણ તબક્કે મટાડી શકાય છે, દર્દીઓને સન્માન પૂર્વક જીવવા પ્રોત્સાહિત કરવા શીખ આપી હતી, તેના મુખ્ય લક્ષણોમાં સંવેદના ગુમાવતા ત્વચાના ડાઘ, ત્વચા ઉપર લાલ ડાઘ અને ગાંઠો, દુઃખદાયક જ્ઞાનતંતુ ,સ્નાયુઓમાં નબળાઈ ,પીડા રહિત ઘા, આંખો સંપૂર્ણપણે બંધ કરવામાં અસમર્થતા અને જાડા કાના ના લોપ્સ દેખાય છે. આ લક્ષણો વાળા દર્દીઓને નજીકના સરકારી દવાખાને જવા માટે શીખ આપી હતી. તમામ સારવાર વિના મૂલ્યે કરવામાં આવે છે.



