શિક્ષા

વર્લ્ડ બઁકના ચૂનંદા અધિકારીઓ સાથે આફ્રિકાના 13 દેશનાં શિક્ષણ મંત્રીઓએ ગણપત યુનિવર્સિટીની જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ શાળાઓની મુલાકાત લીધી !

વર્લ્ડ બઁકના ચૂનંદા અધિકારીઓ સાથે આફ્રિકાના 13 દેશનાં શિક્ષણ મંત્રીઓએ ગણપત યુનિવર્સિટીની જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ શાળાઓની મુલાકાત લીધી !

ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેકટ ” મિશન સ્કૂલ્સ ઑફ એકસેલન્સ ” ની માહિતી

 

આફ્રિકન દેશોના 13થી વધુ શિક્ષણ મંત્રીઓએ વર્લ્ડ બેન્કના ચૂનંદા અધિકારીઓની એક ટીમ સાથે તાજેતરમાં ગણપત યુનિવર્સિટી કેમ્પસની મુલાકાત લીધી હતી .

મહેમાન મહાનુભાવોનો ઉદ્દેશ યુનિવર્સિટીની જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ શાળાઓની શૈક્ષિક કામગીરીનું નિરીક્ષણ કરવાનો હતો.

બંને શાળાનાં બાળકોએ મહેમાનોનું ફૂલો વડે ભાવભર્યું સ્વાગત કર્યું અને એમના મધુર – કોમળ કંઠે માં સરસ્વતીની પ્રાર્થના પણ ગાઈ સંભળાવી હતી . ગણપત યુનિવર્સિટીની જ્ઞાનશક્તિ શાળા અને રક્ષાશક્તિ શાળાના આચાર્યોએ બંને શાળાઓની શિક્ષણનીતિ વિષે અને અન્ય સુવિધાઓ વિષે એક માહિતીસભર પ્રેજ્ંટેશન પણ કર્યું હતું જેના દ્વારા

એકેડેમિક એઇમ , ક્લાસ રૂમ્સ , લાઈબ્રેરી , વર્ચ્યુઅલ રીયાલિટી લેબ , વિવિધ રમત ગમતનાં મેદાનો , જિમ્નેશિયમ , ઓલિમ્પિક કક્ષાનો સ્વીમિંગ પૂલ , આર્ટ્સ એન્ડ મ્યુજિક ક્લાસ રૂમ્સ , હોસ્ટલ્સ અને મેસ વગેરેની વૈવિધ્ય-સમૃધ્ધ માહિતી મહેમાનોને મળી હતી . ત્યારબાદ મહેમાનોએ વિવિધ શિક્ષક મિત્રો સાથે નાનાં નાનાં જૂથોમાં વહેંચાઈને બંને શાળાઓનું નિરીક્ષણ કર્યું હતું .

વર્લ્ડ બેન્કના સહયોગ અને પ્રોત્સાહન સાથે ગુજરાત સરકાર દ્વારા ચાલતા મહત્વાકાંક્ષી પ્રોજેકટ – ” મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ “-ના ભાગરૂપે ચાલતી ગણપત યુનિવર્સિટીની જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ સ્કૂલો જેવી રાજ્યની બીજી સ્કૂલોની પણ વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ સાથે આફ્રિકાનાં 13 જેટલાં દેશોનાં શિક્ષણ મંત્રીઓએ મુલાકાત લીધી હતી . આ મુલાકાતનો એક હેતુ એવો પણ હતો કે વર્લ્ડ બેન્કના સહયોગ સાથે આવો જ પ્રોજેકટ આફ્રિકાના વિવિધ દેશો માટે પણ શરૂ થઈ રહ્યો છે , જેમાં અહીનું નિરીક્ષણ ઉપયોગી થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
preload imagepreload image