જીજેઈપીસી અને ડી બીયર્સ ગ્રુપે નેચરલ ડાયમંડ્સને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક સહયોગ કર્યો

જીજેઈપીસી અને ડી બીયર્સ ગ્રુપે નેચરલ ડાયમંડ્સને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક સહયોગ કર્યો
ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતુ ડાયમંડ જ્વેલરી માર્કેટ બની રહ્યું છે ત્યારે ઉદ્યોગના અગ્રણી ડી બીયર્સ ગ્રુપ અને જીજેઈપીસી નેચરલ ડાયમંડના ક્ષેત્રને ટેકો આપવા માટે શિક્ષણ અને પ્રમોશનલ એસેટ્સ સાથે જેમ્સ એન્ડ જ્વેલરી ટ્રેડને ટેકો આપવા માટે સહયોગ કરશે
વિશ્વની અગ્રણી ડાયમંડ કંપની ડી બીયર્સ ગ્રુપ અને ભારતની સર્વોચ્ચ જ્વેલરી ટ્રેડ બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (જીજેઈપીસી) ભારતના રત્ન અને આભૂષણોના વેપારમાં નેચરલ ડાયમંડની છબિને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક સહયોગનો પ્રારંભ કર્યાની આજે જાહેરાત કરી હતી.
INDRA – Indian Natural Diamond Retailer Alliance શીર્ષક હેઠળના આ સહયોગ હેઠળ ભારતમાં સ્વતંત્ર રિટેલર્સને પરંપરાગત સાધનોથી આગળ વધીને મદદ કરવા પર ધ્યાન અપાશે. બહુભાષીય માર્કેટિંગ એસેટ્સથી માંડીને ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને શ્રેષ્ઠ ગ્રાહક અનુભવો તથા સ્થાનિક ભાષાઓમાં નેચલ ડાયમંડ જ્વેલરી અંગેની ગહન તાલીમ સુધી તે ભારતના જ્વેલરી રિટેલર્સને જરૂર હોય તેવા તમામ ટૂલ્સ પૂરા પાડશે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે નેચરલ ડાયમંડ્સ તેમના દરવાજેથી પસાર થતા દરેક ગ્રાહક સાથે ઊંડાણપૂર્વક જોડાય છે. આ સહયોગ અંગે ઇન્ટરેક્ટિવ રોડશૉ જાન્યુઆરી 2025માં શરૂ થશે જેમાં જીજેઈપીસીના મેમ્બર્સ પ્રોગ્રામમાં જોડાઈ શકશે.
જીજેઈપીસીના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે 85 અબજ યુએસ ડોલરની વેલ્યુ ધરાવતું ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ ઝડપી વૃદ્ધિ માટે તૈયાર છે અને તે 2030 સુધીમાં 130 અબજ યુએસ ડોલરે પહોંચવાની ધારણા છે. ભારતની ગતિશીલ યુવા વસ્તી સુધી પહોંચીને, સંગઠિત કંપનીઓના ઉદય અને બ્રાઇડલ, રોજબરોજ પહેરવા માટેની, ફેશન અને એન્ટ્રી-લેવલ જ્વેલરીની વધતી માંગને ઝડપીને આ ગતિનો લાભ લેવા માટે Indraની રચના કરાઈ છે. આ પહેલ હિતધારકોને શિક્ષિત કરવા, રિટેલર્સને સશક્ત કરવા અને ગ્રાહક માંગને વધારવાના તેમજ નેચરલ ડાયમંડ્સના ચિરકાલિન મૂલ્યને રજૂ કરતા સહિયારા વિઝનને દર્શાવે છે.
ડી બીયર્સ બ્રાન્ડ્સના સીઈઓ સેન્ડ્રિન કોન્સેઇલરે જણાવ્યું હતું કે ભારતની ડાયમંડ ગ્રોથ સ્ટોરી ખૂબ નોંધનીય છે અને હવે તે ડાયમંડ જ્વેલરીના રિટેલ વેચાણ માટે વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ બની ગયું છે. જોકે આ વાઇબ્રન્ટ અર્થતંત્ર, વધતી યુવા વસ્તી અને મોટી સંખ્યામાં અગ્રણી ડાયમંડ બિઝનેસીસ સાથે ભારતમાં હજુ વણખેડાયેલી પ્રચંડ સંભાવનાઓ રહેલી છે. હાલ ભારતીય જ્વેલરી રિટેલ સેક્ટરમાં નેચરલ ડાયમંડ્સનો પ્રસાર માત્ર લગભગ 10 ટકા જેટલો જ છે જે અમેરિકા જેવા મેચ્યોર જ્વેલરી માર્કેટ્સમાં જોવાતા દર કરતાં ખૂબ ઓછો છે. જીજેઇપીસી સાથેના આ નવા સહયોગ થકી અમે બ્રાઇડલ, એવરીડે વેર અને એન્ટ્રી લેવલ પીસીસ સહિત તમામ પ્રકારની નેચરલ ડાયમંડ જ્વેલરી માટે વધુ ગ્રાહક માંગ માટે આ વધી રહેલી તકને અનલોક કરવામાં મદદ કરીશું.
રિટેલર્સ પ્રોગ્રામ માટે www.INDRAonline.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે અને જેનેરિક નેચરલ ડાયમંડ પ્રોડક્ટના જ્ઞાન તેમજ માર્કેટ ઇન્ટેલિજન્સ પોર્ટલની એક્સેસ પર કેન્દ્રિત બહુભાષી સ્ટાફ ટ્રેનિંગ મોડ્યુલ્સનો લાભ મેળવશે. આ પ્રોગ્રામ રિટેલર્સને સ્ટોર સ્તરે નેચરલ ડાયમંડ્સ ને પ્રોત્સાહન આપવા માટે કસ્ટમાઇઝ કરી શકાય તેવી માર્કેટિંગ એસેટ્સ અને કન્ટેન્ટ પણ પ્રદાન કરશે કારણ કે તેઓ તેમના વળતરને વધારવા અને તેમના ગ્રાહક આધારને વિસ્તારવા માગે છે.
10,000થી વધુ સભ્યો સાથે જીજેઈપીસી એ ભારતના જેમ્સ અને જ્વેલરી સેક્ટરને ચલાવતી સર્વોચ્ચ સંસ્થા છે. તેના ત્રણ મોટા પાયાના આઈઆઈજેએસ શૉ તેમજ વિવિધ રોડ શૉ અને ડાયરેક્ટ આઉટરીચ પ્રવૃત્તિઓ દ્વારા જીજેઈપીસી પાસે ભારતીય જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગનો સમાવેશ કરતા વ્યવસાયોની વ્યાપક શ્રેણી સુધી પહોંચવાની ક્ષમતા છે. આ સહયોગ દ્વારા બંને ભાગીદારો ડાયમંડ કેટેગરીમાં ડી બીયર્સ ગ્રૂપની નિપુણતા અને પાંચ દાયકાના સમયગાળામાં મેળવેલી ભારતીય બજારની જીજેઈપીસીની ઊંડી સમજણનો લાભ ઉઠાવશે.
આ નવો સહયોગ જીજેઈપીસી દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) ના ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી) દ્વારા નિર્દિષ્ટ ડાયમંડ્સ માટે અપડેટ કરાયેલ વ્યાખ્યા, નામકરણ અને માર્ગદર્શિકાને અનુસરે છે. એફટીસીની અપડેટ કરેલી માર્ગદર્શિકા ઉદ્યોગના હિસ્સેદારો અને ગ્રાહકો બંને માટે સ્પષ્ટતા અને પારદર્શિતાને સમર્થન આપતા અલગ ટર્મિનોલોજી સ્ટાન્ડર્ડ્સ પ્રદાન કરે છે.