વાર્ષિક રમતગમત મહોત્સવ “સિટિયસ-2025” નું આયોજન

વાર્ષિક રમતગમત મહોત્સવ “સિટિયસ-2025” નું આયોજન
અગ્રવાલ વિદ્યા વિહાર સ્કૂલના વાર્ષિક રમતગમત મહોત્સવ “સિટિયસ-2025” નું આયોજન 6 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન શાળા સંકુલ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગીએ જણાવ્યું હતું કે આ રમતગમત મહોત્સવમાં પ્રી-પ્રાયમરીથી લઈને ઉચ્ચ માધ્યમિક સુધીના અંદાજે 3,000 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ વ્યક્તિગત અને સામૂહિક સ્પર્ધાઓમાં પોતાની ખેલ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમના મુખ્ય પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ સંજય સરાવગી અને અન્ય મહાનુભાવોએ પોતાની ગરિમાપૂર્ણ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે વિજેતાઓને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ્વજવંદન સાથે શરૂ થયેલો આ ઉત્સવ 20 ડિસેમ્બરના રોજ ધ્વજ ઉતારવાની વિધિ અને રાષ્ટ્રગીત સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં એકતા અને ખેલદિલીની ભાવના કેળવવાનો હતો



