વ્યાપાર

ઓડિશાના ઔદ્યોગિક ઇતિહાસમાં નવો અધ્યાય: અદાણી સમૂહનું ₹૧.૦૮ લાખ કરોડનું ઐતિહાસિક રોકાણ

ઓડિશાના ઔદ્યોગિક ઇતિહાસમાં નવો અધ્યાય: અદાણી સમૂહનું ₹૧.૦૮ લાખ કરોડનું ઐતિહાસિક રોકાણ
ભુવનેશ્વર: પ્રાચીન જગન્નાથ સંસ્કૃતિ, કોણાર્ક સૂર્યમંદિર અને ઓડિસી નૃત્યના સમૃદ્ધ વારસા માટે જાણીતું ઓડિશા હવે આધુનિક આકાંક્ષાઓ સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ દેશનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ભારતના ૫૦% થી વધુ આયર્ન ઓર અને બોક્સાઈટનો વિપુલ ભંડાર ધરાવતા ઓડિશાને કાચા માલના સપ્લાયરથી વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે અદાણી સમૂહે એક ઐતિહાસિક જાહેરાત કરી છે. IHC ના સહયોગથી અદાણી સમૂહ ઓડિશામાં ૧૧.૫ અબજ ડોલર (આશરે ₹૧.૦૮ લાખ કરોડ) ના પ્રસ્તાવિત રોકાણ સાથે વિશ્વની સૌથી મોટી એલ્યુમિનિયમ ઇકોસિસ્ટમ સ્થાપવા જઈ રહ્યું છે. આ પ્રકલ્પ અંતર્ગત વાર્ષિક ૪ મિલિયન ટનની એલ્યુમિના રિફાઇનરી, ૨૦ મિલિયન ટનનું એલ્યુમિનિયમ સ્મેલ્ટર અને ૧૦ મિલિયન ટનનો ડાઉનસ્ટ્રીમ એલ્યુમિનિયમ પાર્ક વિકસાવવામાં આવશે. આ વિશાળ પ્રોજેક્ટને ૪,૦૦૦ મેગાવોટ કેપ્ટિવ પાવર અને ૪૦૦ મેગાવોટ ગ્રીન એનર્જીનો મજબૂત આધાર મળશે. સૌથી મહત્વની બાબત એ છે કે આ પ્રોજેક્ટથી ઓડિશાના અર્થતંત્ર અને રોજગારીમાં અભૂતપૂર્વ પરિવર્તન આવશે. બાંધકામ દરમિયાન અંદાજે ૩૫,૦૦૦ અને કાર્યરત થયા પછી ૧૮,૫૦૦ જેટલી નોકરીઓની તકો ઊભી થશે, જે સ્થાનિક પરિવારો, યુવાનો અને નાના ઉદ્યોગસાહસિકોના સપનાઓને નવી પાંખો આપશે. અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણી ઓડિશાને પૂર્વી ભારતની આર્થિક પ્રગતિનું હાર્દ ગણાવે છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે વર્ષ ૨૦૩૬ સુધીમાં ‘વિકસિત ઓડિશા’નું નિર્માણ અનિવાર્ય છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના ગતિશીલ નેતૃત્વમાં ઓડિશા સરકાર અને અદાણી સમૂહ સાથે મળીને પૂર્વી ભારતના વિકાસનો એક નવો સુવર્ણ ઇતિહાસ રચવા માટે કટિબદ્ધ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button