સ્પોર્ટ્સ

રમત સાથે સેવાનો ઉમદા હેતુ: રાણીપ સોની પ્રીમિયર લીગમાં SMR Jewels Limited ટીમ ઝળકી

રમત સાથે સેવાનો ઉમદા હેતુ: રાણીપ સોની પ્રીમિયર લીગમાં SMR Jewels Limited ટીમ ઝળકી

શ્રી રાણીપ સોની સમાજ દ્વારા આયોજિત સોની પ્રીમિયર લીગ ૨૦૨૬ સીઝન – ૨ (SPL-2) નું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સોની સમાજના જરૂરિયાતમંદ લોકોની મદદ કરવો તેમજ સમાજના યુવા વર્ગને મોબાઈલની દુનિયાથી થોડો સમય દૂર રાખી રમતગમત અને સમાજ સાથે જોડવાનો હતો. આ ટુર્નામેન્ટ દ્વારા એકત્ર થયેલ ફંડનો ઉપયોગ શૈક્ષણિક સહાય તેમજ અનાજની કીટના વિતરણ માટે કરવામાં આવે છે.આ વર્ષે કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો છે, જેમાં SMR Jewels Limited (Drive in CC) ટીમ પણ સામેલ છે. અમારી ટીમે SMR Jewels Limited (Drive in CC) તા. ૦૬/૦૫/૨૦૨૬, બુધવારના રોજ ROKO 11 સામે ૫૪ રનથી ભવ્ય જીત મેળવી હતી. ત્યારબાદ તા. ૦૭/૦૫/૨૦૨૬, ગુરુવારના રોજ Madhav Striker સામે ૬ વિકેટથી જીત મેળવી હતી. આ બંને શાનદાર જીત સાથે અમારી ટીમે સેમી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન તથા આગામી મેચ માટે હાર્દિક શુભેચ્છાઓ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button