વિદ્યાર્થી પ્રતિનિધિ દ્વારા પદભાર સંભાળવાનો સમારોહ યોજાયો

વિદ્યાર્થી પ્રતિનિધિ દ્વારા પદભાર સંભાળવાનો સમારોહ યોજાયો
શનિવારે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ દ્વારા પદભાર સંભાળવાનો સમારોહ યોજાયો હતો. અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન અશોક ટિબ્બડેવાલ જણાવ્યું હતું કે આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શ્રી સી.આર. જાદવ (પોલીસ ઇન્સ્પેક્ટર, ઓલપાડ, સુરત) એ પોતાની પ્રેરણાદાયી હાજરીથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
શાળાના ટ્રસ્ટીએ તમામ નવા ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓને બેજ આપીને પદભાર સોંપ્યો હતો અને આચાર્ય એકતા મિત્તલે તમામ નવા ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓને તેમની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ફાઉન્ડેશનના ઉપપ્રમુખ સુભાષ અગ્રવાલ, સચિવ અજય અગ્રવાલ સહિત ઘણા સભ્યો હાજર રહ્યા હતા.