શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 18 વૃક્ષ તૂટી પડ્યા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 18 વૃક્ષ તૂટી પડ્યા
ગત રાત્રે શહેરના વિસ્તારોમાં પવન સાથે ઝરમર વરસાદ પડ્યો હતો.
વેસ્ટન ડિસ્ટર્બન્સ ના પગલે સુરત સહિત ગુજરાત ના વાતાવરણમાં અચાનક ભારે પલટો આવ્યો હતો અને જેને કારણે ગત રાતથી આજે સવાર સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 18 વૃક્ષ તૂટી પડવા નો બનાવ ફાયર બ્રિગેડ ના ચોપડે નોંધાયો હતો.
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત રાત્રે શહેરમાં પવન અને વીજળીના ઝબકારા સાથે ધીમી ધારે ક મોસમી વરસાદ શરૂ થયો હતો. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુલ 18 વૃક્ષો તૂટી પડવાના કારણે ફાયર બ્રિગેડ નું તંત્ર દોડતું થઈ ગયું હતું. હવે જે જે વિસ્તારોમાં વૃક્ષો તૂટી પડ્યા હતા તે વિસ્તારો મા સીંગણપુર, કતારગામ ગજેરા સર્કલ થી આગળ, ભીમરાડ ગામ કન્વેન્શન સેન્ટર ની પાછળ, ધાસતી પુરા હનુમાન મંદિર પાસે સહિત અન્ય નો સમાવેશ થાય છે.
સુરત મહાનગરપાલિકા ના નવ જોન ના વિસ્તારોમાં ગત રાત થી આજે સવાર સુધીમાં ઝાડ તૂટી પડવાના આંકડાની ગણતરી કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં ચાર ઝાડ, રાંદેરમાં નવ ઝાડ, લિંબાયતમાં એક ઝાડ, કતારગામમાં ત્રણ ઝાડ, વરાછા ઝોનમાં એક ઝાડ, મળી કુલ 18 ઝાડ તૂટી પડ્યા હતા. ઝાડ તૂટી પડવાના બનાવના પગલે ફાયર બ્રિગેડના ઓફિસરો તથા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચી જઈને કાર્યવાહી શરૂ કરી દીધી હતી.