સરથાણા સત્યાય કેમ્પસના સાત પતરા ના શેડમાં આગ
સરથાણા સત્યાય કેમ્પસના સાત પતરા ના શેડમાં આગ
મોડી રાત્રે બે વાગ્યે લાગેલી આગમાં ચાર ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.
સરથાણા સત્યાય પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સ ની ગલીમાં ગત મોડી રાત્રે પતરાના સેડમાં કોઈક કારણોસર આગ ફાટી નીકળી હોવાના બનાવના પગલે ફાયર બ્રિગેડનું તંત્ર દોડતું થઈ ગયું હતું.
ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર, સરથાણા સત્યાય પ્રમુખ ઇલેક્ટ્રોનિક ની ગલીમાં 11 પતરાના શેડ આવેલા છે. આ 11 વિવિધ પ્રકારના માલસામાનથી ભરાયેલા પતરા ના શેડ પૈકી કુલ સાત પતરાના શેડમાં ગત મોડી રાત્રે એટલે કે 2:00 વાગ્યાના અરસામાં કોઈક કારણોસર આગ લાગી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ ની કરવામાં આવતા તેઓએ સરથાણા, ડુંભાલ ,મોટા વરાછા અને પુના ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર અને ફાયર જવાનોને ઘટના સ્થળ પર મોકલી આપ્યા હતા. જ્યાં તેઓએ પાણીનો છંટકાવ કરીને આગ બુજાવી નાખી હતી. આગ ના કારણે પતરાના શેડમાં મૂકવામાં આવેલું ઇલેક્ટ્રોનિક સામાન, ફ્રીજ નો સામાન ,લાકડાનું ફર્નિચર વિગેરે બળીને રાખ થઈ ગયા હતા. સદભાગ્યે આ આગમાં કોઈની જાનહાની કે દાઝ્યું ન હોવાની વિગત ફાયર બ્રિગેડ એ આપી હતી. આ કેમ્પસ ના વહીવટદાર ભીખાભાઈ છે. આગ કયા કારણે લાગી તે જાણવા મળ્યું ન હતું.