અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી

અદાણી એન્ટરપ્રાઇઝે રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી
વાર્ષિક 9.30% સુધી વ્યાજ દર
અમદાવાદ, ૬ જુલાઈ ૨૦૨૫ : ૧૯૯૩ થી ટકાઉ માળખાગત વ્યવસાયોની સ્થાપનાનો લાંબો ટ્રેક રેકોર્ડ ધરાવતી અને બજારના મૂડીકરણની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી લિસ્ટેડ બિઝનેસ ઇન્ક્યુબેટર્સ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.એ સુરક્ષિત, રેટેડ, લિસ્ટેડ રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના તેના બીજા જાહેર ઇશ્યૂની જાહેરાત કરી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરાયેલ AELના ₹ ૮૦૦ કરોડનો પ્રથમ નોન કન્વર્ટીબલ ઇસ્યુ પ્રથમ દિવસે જ સંપૂર્ણપણે ભરાઇ ગયો હતો.
અદાણી સમૂહના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર જુગેશિંદર ‘રોબી’ સિંઘે જણાવ્યું હતું ” અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા જારી કરવામાં આવી રહેલ નોન કન્ર્ટીબલ ડિબેન્ચર (NCD) નો બીજો જાહેર ઇશ્યુ લાંબા ગાળા માટેના માળખાકીય વિકાસમાં સમાવિષ્ટ મૂડી બજારની વૃદ્ધિ અને છૂટક હિસ્સેદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને વધુ ગાઢ બનાવે છે. આ નવો ઇશ્યૂ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) ની પ્રથમ NCD ઓફરને બજારમાંથી મળેલા મજબૂત પ્રતિસાદને અનુસરે છે, જેમાં છ મહિનામાં અંડર રેટિંગ અપગ્રેડ થયા પછી ડેટ રોકાણકારોની મૂડી માટે જોવા મળેલી પ્રશંસા જૂથની એકધારી ડિલિવરી અને નાણાકીય મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે “અદાણી પોર્ટ્સ અને SEZ, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર અને અદાણી ગ્રીન એનર્જી સહિત ભારતના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા અને પરિવહન ઉપયોગિતા પ્લેટફોર્મના ઇન્ક્યુબેટર તરીકે અદાણી એન્ટરપ્રાઇઝ હવે એરપોર્ટ, રસ્તાઓ, ડેટા સેન્ટરો અને ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમમાં આગામી પેઢીના માળખાકીય વ્યવસાયોને સફળતાપૂર્વક આગળ વધારી રહ્યું છે. આ દરેક વર્ટિકલ્સ $5 ટ્રિલિયનના અર્થતંત્ર બનાવવાના લક્ષ્ય તરફ ભારતની સફરમાં પરિવર્તનશીલ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.”
(NBFC સિવાય) AEL એકમાત્ર કોર્પોરેટ છે જે વ્યક્તિગત અને બિન-સંસ્થાકીય રોકાણકારો માટે ભારતની માળખાગત વિકાસની ગાથામાં ભાગ લેવાની અમૂલ્ય તક છૂટક રોકાણકારોને લિસ્ટેડ ડેટ પ્રોડક્ટ ઓફર કરી રહી છે. તાજેતરના વ્યાજ દરમાં ઘટાડા અને નરમ વ્યાજ દરના ચક્રની વચ્ચે AELનો NCDનો ઇશ્યૂ સ્થિર, નિશ્ચિત-આવકના માર્ગો શોધતા રોકાણકારો માટે યોગ્ય સમયે આવી રહ્યો છે. સમાન રેટેડ NCDs અને ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં સ્પર્ધાત્મક આવક ઓફર કરતો આ ઇશ્યૂ રોકાણકારો માટે એક મૂલ્યવાન પ્રસ્તાવ પ્રસ્તુત કરે છે.
સૂચિત NCDs ને “Care AA-; Stable” અને “[ICRA]AA- (સ્થિર)” રેટિંગ આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ CARE રેટિંગ્સે ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ AEL ના ક્રેડિટ રેટિંગને અપગ્રેડ કર્યું હતું અને ૧૮ જૂન ૨૦૨૫ ના રોજ આ રેટિંગને ફરીથી સમર્થન આપ્યું હતું. ICRA એ ૨૮ માર્ચ ૨૦૨૫ ના રોજ ‘ [ICRA]AA- (સ્થિર) ‘ રેટિંગ આપ્યું હતું અને 17 જૂન 2025 ના રોજ તેને ફરી સમર્થન આપ્યું હતું. આ રેટિંગ ધરાવતી સિક્યોરિટીઝ નાણાકીય જવાબદારીઓની સમયસર સેવા આપવાના સંદર્ભમાં ઉચ્ચ સ્તરનું સલામત માનવામાં આવે છે. આ શ્રેણીના રેટીંગ સિક્યોરિટીઝ માટે બહુ જ ઓછું ક્રેડિટ જોખમ ધરાવે છે.
ઇશ્યૂની બેઝ સાઇઝ ₹ 500 કરોડની છે, જેમાં વધારાના ₹ 500 કરોડ (ગ્રીન શૂ ઓપ્શન) સુધીના ઓવર-સબ્સ્ક્રિપ્શનને જાળવી રાખવાનો વિકલ્પ છે આમ ઇશ્યૂ અથવા ઇશ્યૂ સાઈઝ કુલ ₹ 1,000 કરોડ સુધીની છે . આ ઇશ્યૂ 9 જુલાઈ 2025 ના રોજ ખુલશે અને 22 જુલાઈ 2025 ના રોજ બંધ થશે, જેમાં વહેલા બંધ થવાનો અથવા વિસ્તરણનો વિકલ્પ હશે.
ડિબેન્ચરની ફેસ વેલ્યુ ₹ 1000 છે. દરેક અરજી ઓછામાં ઓછી 10 NCD માટે અને ત્યારબાદ 1 NCD ના ગુણાંકમાં હશે. અરજીનું લઘુત્તમ કદ ₹ 10,000 હશે. આ ઇશ્યુમાંથી મળેલી રકમના ઓછામાં ઓછા 75%નો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા હાલના દેવાની સંપૂર્ણ અથવા આંશિક પૂર્વ ચુકવણી માટે અને બાકીની (મહત્તમ 25% સુધી) રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
આ એનસીડી 24, 36 અને 60 મહિનાની મુદતમાં ઉપલબ્ધ છે, જેમાં આઠ શ્રેણીમાં ત્રિમાસિક, વાર્ષિક અને સંચિત વ્યાજ ચુકવણી વિકલ્પો છે.