વ્યાપાર

અદાણી ફેમિલીએ અંબુજા વોરંટ સબસ્ક્રિપ્શન પૂર્ણ કર્યું, હિસ્સો વધારીને 70.3 ટકા કરવા રૂ. 20,000 કરોડનું રોકાણ કર્યું

  • અદાણી ફેમિલીએ અંબુજા વોરંટ સબસ્ક્રિપ્શન પૂર્ણ કર્યું, હિસ્સો વધારીને 70.3 ટકા કરવા રૂ. 20,000 કરોડનું રોકાણ કર્યું
  • અંબુજાને વર્ષ 2028 સુધીમાં તેની ક્ષમતા બમણી કરીને 140 એમટીપીએ કરવા વૃદ્ધિના માર્ગ ઉપર સ્થાપિત કર્યું
  • અદાણી ફેમિલીએ રૂ. 8,339 કરોડનું વધારાનું રોકાણ કર્યું, વોરંટ્સ પ્રોગ્રામ હેઠળ કુલ રોકાણ રૂ. 20,000 કરોડ થયું, હિસ્સો 63.2 ટકાથી વધીને 70.3 ટકા થયો
  • અંબુજા વર્ષ 2028 સુધીમાં તેની વર્તમાન ક્ષમતા બમણી કરીને 140 એમટીપીએ કરવા ઝડપી વૃદ્ધિની વેગ આપશે
  • આ સાથે પ્રમોટર્સે હસ્તાંતરણ બાદ અંબુજાને વધુ મજબૂત કર્યું, અંબુજાને વિવિધ વ્યૂહાત્મક પહેલો પૂર્ણ કરવા ઝડપી વૃદ્ધિ, મૂડી વ્યવસ્થાપન પહેલ અને બેસ્ટ-ઇન-ક્લાસ બેલેન્સ શીટ મજબૂતાઇ માટે કેપિટલ ફ્લેક્સિબિલિટી મળશે
  • અંબુજા ક્ષમતા ઉમેરા સાથે લાંબાગાળે ટકાઉ મૂલ્ય સર્જન માટે સજ્જ અને સંચાલકીય ઉત્કૃષ્ટતા, વ્યવસાયિક તાલમેલ અને કોસ્ટ લીડરશીપ હાંસલ કરવાનું જાળવી રાખશે

 

અમદાવાદ, 17 એપ્રિલ, 2024: અદાણી પોર્ટફોલિયો હેઠળ સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સની પ્રમુખ કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (અંબુજા)ને તેની વૃદ્ધિની સફરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં ખુશી થાય છે. કંપનીના પ્રમોટર્સ અદાણી ફેમિલીએ વધુ રૂ. 8,339 કરોડનું રોકાણ કરીને કંપનીના વોરંટ પ્રોગ્રામને સંપૂર્ણ સબસ્ક્રાઇબ કર્યો છે, જે સાથે કુલ રોકાણ રૂ. 20,000 કરોડ થયું છે. અદાણી ફેમિલીએ કંપનીમાં તેમનો હિસ્સો વધુ 3.6 ટકા વધારીને 70.3 ટકા કર્યો છે. આ પહેલાં 18 ઓક્ટોબર, 2022માં રૂ. 5,000 કરોડ અને 28 માર્ચ, 2024ના રોજ રૂ. 6,661 કરોડનું રોકાણ કરાયું હતું, જે શેર્સના આંશિક ઇશ્યૂ માટે હતું.

આ વ્યૂહાત્મક પગલું પોર્ટફોલિયો કંપનીઓ માટે મજબૂત મૂડી વ્યવસ્થાપન માટેની અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને તાજેતરનું રોકાણ સિમેન્ટ વર્ટિકલની ભાવિ સંભાવના અને ક્ષમતાઓને બળ આપવાની અદાણી ફેમિલીની કટીબદ્ધતા દર્શાવે છે. આ વધારાનું રોકાણ કંપનીની નાણાકીય સ્થિતિને મજબૂત કરશે તથા તેને મહાત્વાકાંક્ષી વૃદ્ધિની યોજનાઓને આગળ ધપાવવા અને માર્કેટમાં ઉભરતી તકોનો લાભ ઉઠાવવા વધુ ક્ષમતાઓ પ્રદાન કરશે.

આ ફંડનો ઉમેરો સિમેન્ટ વર્ટિકલ દ્વારા વર્ષ 2028 સુધીમાં વાર્ષિક 140 મિલિયન ટનની ક્ષમતા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત તે સંચાલકીય પ્રદર્શનમાં વધારો કરવા માટે મૂડી રોકાણ સહિત વિવિધ સંસાધનો, સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં વધારો કરવા જેવી વિવિધ વ્યૂહાત્મક પહેલોને પણ સક્ષમ કરશે. તે સારી સેવા ઓફરિંગ માટે અદ્યતન ટેક્નોલોજીની એકીકૃત કરીને ઇનોવેશન અને પ્રોડક્ટ વિકાસને પણ પ્રોત્સાહન આપશે, જેથી ભારતીય અર્થતંત્રમાં વૃદ્ધિ દ્વારા સંચાલિત આ ક્ષેત્રની ઉભરતી જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય.

અંબુજા સિમેન્ટ્સ લિમિટેડના હોલટાઇમ ડિરેક્ટર અને સીઇઓ અજય કપૂરે કહ્યું હતું કે, “અંબુજામાં અદાણી ફેમિલીનું રૂ. 20,000 કરોડના પ્રાથમિક રોકાણ પૂર્ણ થવાની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. આ ફંડનો ઉમેરો અંબુજાને તેની ઝડપી વૃદ્ધિ, મૂડી વ્યવસ્થાપનની પહેલ અને બેસ્ટ-ઇન-ક્લાસ બેલેન્સ શીટની મજબૂતાઇ માટે મૂડીની ફ્લેક્સિબિલિટી પ્રદાન કરે છે. તે અમારા વિઝન અને બિઝનેસ મોડલમાં અમારા અડગ વિશ્વાસનો પુરાવો હોવાની સાથે-સાથે અમારા હીતધારકોને લાંબાગાળે ટકાઉ મૂલ્ય સર્જન કરવાની કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે તેમજ તે નવા બેંચમાર્ક સ્થાપિત કરવા, અમારી વૃદ્ધિને વેગ આપવા તથા સંચાલકીય ઉત્કૃષ્ટતા, વ્યવસાયિક તાલમેલ અને કોસ્ટ લીડરશીપ ઉપર સતત ડિલિવર કરવા પ્રોત્સાહન આપશે.”

બાર્કલે બેંક પીએલસી, એમયુએફજી બેંક, મિઝુહો બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક આ ટ્રાન્ઝેક્શનના એડવાઇઝર હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button